________________
ઉપદેશ ૧૫–પરિશુદ્ધ આજ્ઞાયાગ આદરણીય છે. तदेवमाज्ञायोगत उभयसाम्राज्यसिद्धेः स एव श्रेयानिति विशिष्टफलमुखेनोपदिशतिમેક્ષરૂપ કાર્ય સિદ્ધિ માટે આત્મામાં દેવ અને પુરુષકાર ઉભયનું સામ્રાજ્ય આવશ્યક છે. પરિશુદ્ધ આજ્ઞાગ રૂપ પુરુષકારના અભાવમાં એ સામ્રાજ્ય અધુરું રહે છે. એટલે કે પરિશુદ્ધ આજ્ઞાગથી જ ઉભય સામ્રાજ્યની પૂર્ણતા હોવાથી પરિશુદ્ધ આજ્ઞાગ જ શ્રેયસ્કર છે. લેક-૫૪માં વિશિષ્ટ ફળના નિરૂપણ દ્વારા આ બાબતને ઉપદેશ કરવામાં આવ્યા છે–
तम्हा आणाजोगो अणुसरियन्वो बुहेहिं जं एसो। कज्जलमिवप्पईवो अणुबंधइ उत्तरं धम्मं ॥५४॥
પ્લેકાર્થ - પૂર્વોક્ત કારણે બુદ્ધિશાળીઓએ આજ્ઞા અનુસરવે જોઈએ કારણ કે પ્રદીપથી કાજળની જેમ તેનાથી ઉત્તરધર્મ સાનુબંધ બને છે. ૫૪
___ तस्मात्-उभयसाम्राज्यनियतत्वात् , आज्ञायोगोऽनुसतव्यो बुधैः-मोक्षोपायानुसरणनिपुणैः, क्षणमप्यत्र न प्रभादो विधेय इति यावत् , यद्-यस्मात् , एष-सम्यग्दर्शनकालीन आज्ञायोगः, प्रदीपः कज्जलमिव उत्तर धर्म-देशविरत्याद्यनुष्ठानम् , अनुबध्नाति संतत्या सन्निधापयति । प्रदीपस्थानीयं हि सम्यग्दर्शनम् प्रकाशकत्वात् ; कज्जलस्थानीयं चोतरधर्मम् भावचक्षुर्निर्मलताधायकत्वात् । निर्वातस्थाननिवेशोचितश्चाज्ञायोगः, ततः कार्यानुबंधाऽविच्छेदादित्यवधेयम् ॥५४॥
તાત્પર્યાથ - પરિશુદ્ધ આજ્ઞાગ વિના ઉભયનું સામ્રાજ્ય અધુરું હોવાથી જેઓ મુક્તિના ઉપાયોને અનુસરવામાં દઢ ઈચ્છા અને નિપુણ બુદ્ધિવાળા છે, તેઓએ પરિશુદ્ધ આજ્ઞાગમાં જ પ્રયત્નશીલ થવું જોઈએ. ક્ષણમાત્ર પણ તેમાં પ્રમાદ કરે જોઈએ નહિ. એનું અન્ય વિશેષ કારણ એ પણ છે કે સમ્યગદર્શન રૂપી દીવાથી ઝળહળતો પરિશુદ્ધ અજ્ઞાગ ઉત્તરોત્તર દેશવિરતિ આદિ ધાર્મિક અનુષ્ઠાનની પરંપરા સજે છે. જેમ પવન વગેરેના ઝપાટા ન લાગે તેવા ફાનસ વગેરે સ્થાનમાં મૂકેલ દીવે તે વસ્તુનો પ્રકાશક છે તે ઉપરાંત દષ્ટિને વધુ નિર્મળ કરનાર કાજળ પણ તેનાથી ઉદ્દભવે છે. તે જ રીતે દીવાના સ્થાને સમ્યગદર્શન છે. કાજળના સ્થાને ઉત્તરોત્તર પ્રગટ થતે દેશવિરતિ વગેરે ધર્મ છે અને નિત સ્થાનમાં પ્રદીપ સ્થાપન તુલ્ય પરિશુદ્ધ આજ્ઞાગ છે. તાત્પર્ય એ છે કે પરિ. શુદ્ધ આજ્ઞાગ સમ્યગદર્શનના દીવાને વિષયકષાયોના વંટોળિયાથી સુરક્ષિત રાખે છેઝળહળતો રાખે છે જેનાથી ઉત્તરોત્તર વિશુદ્ધ ધર્માનુષ્ઠાનને પ્રાદુર્ભાવ થતો જાય છે. ૫૪ उक्तमेव स्वपरसमयसंमत्या द्रढयति
[દર્શનશુદ્ધિ અને અધ્યાત્મગભિત ક્રિયાની મહત્તા] ઉપરોક્ત કથનને બ્લેક-અપમાં જનશાસ્ત્ર અને જનેતરશાસ્ત્ર ઉભયની સંમતિ દર્શાવવાપૂર્વક પુષ્ટ કરવામાં આવ્યું છે –