________________
૧૨૦
ઉપદેશરહસ્ય ગાથા–૫૩
અભાવજ્ઞાનને સંકલ્પ પ્રવર્તવાથી ‘આ કાર્યમાં પ્રયત્ન જનત્વને અભાવ છે એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રયત્ન જન્યત્વના અભાવનું જ્ઞાન ઈરછા જન્ય અર્થાત્ કૃત્રિમ રીતે કરવામાં આવેલું હોવાથી તે પૂર્વોક્ત સ્યાદ્વાદવાક્યજન્ય જ્ઞાનનું વિરોધી નથી અને તેથી જ તેવા જ્ઞાનથી પ્રયુક્ત વ્યવહાર અપારમાર્થિક બનવાની આપત્તિને પણ અવકાશ નથી.
પૂર્વે જે પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવની વ્યાપ્તિ દર્શાવવામાં આવી છે-“તદભાવવત્તાનો નિશ્ચચ તદૃવત્તા જ્ઞાનમાં પ્રતિબંધક છે.” તે અપૂર્ણ છે. કારણ કે “ખરેખર આ મારે પુત્ર નથી એવું પુત્રવા ભાવનું જ્ઞાન હોવા છતાં પણ દત્તક લીધેલા પત્રમાં સ્વેચ્છાએ પુત્રનું જ્ઞાન પ્રવર્તતુ હોય છે. અહીં પુત્રત્વનો બાધનિશ્ચય હોવા છતાં પણ ઈચ્છાવિશેષની ઉોજનાથી પુત્રપણાનું આભાસિકજ્ઞાન ઉત્પન્ન થાય છે. આવા બાધકાલીન ઈચ્છાવિશેષથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને તર્કશાસ્ત્રની પરિભાષામાં પ્રાર્થ' કહેવાય છે. આ આહાર્ય અભાવવત્તાનું જ્ઞાન તદવત્તાજ્ઞાનમાં પ્રતિબંધક હોતું નથી. એટલે જ, “અનાહાર્ય તદભાવવત્તાનો નિશ્ચય તવત્તાજ્ઞાનમાં પ્રતિબંધક છે. એ પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવ જ વિદ્વાનને માન્ય છે. પ્રસ્તુતમાં પણ પુરુષકાર જન્યવઅભાવનું જ્ઞાન અનાહાર્ય (=ઈચ્છા અજન્ય)ન હોવાથી પૂર્વોક્ત સ્યાદ્વાદવાક્યજન્ય જ્ઞાનમાં પ્રતિબંધક બની શકે તેમ નથી તે સમજાય તેવું છે.
- નિયોનું પરપ૨ ખંડન વિષયની મુખ્યતા માટે ] ઇચ્છા મુજબ ઉત્પન્ન થયેલ જ્ઞાનથી અલ્પ પ્રયત્ન સ્થળમાં પ્રયત્નઅભાવના પ્રતિપાદનને વ્યવહાર જૈનમતે અયુક્ત પણ નથી, કારણ કે પિતપોતાના વિષયના પ્રાધાન્યનું ઉપદર્શન આ રીતે જ સંભવિત બને છે. અવધારણ એટલે વ્યવચ્છેદ, જે ધર્મનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં તેને વ્યવચ્છેદ બાધિત હોવા છતાં પણ અન્ય વિષયને ધ્યાન પર લાવવા માટે આહાર્યજ્ઞાન દ્વારા તે ધર્મને આભાસિક વ્યવસે છેદ કર” તેનું જ નામ પ્રાધાન્ય. શાસ્ત્રોમાં સ્થળે સ્થળે જ્ઞાનનયથી ક્રિયાનું અને ક્રિયાનયથી જ્ઞાનનું, નિશ્ચયનયથી વ્યવહારનું અને વ્યવહારનયથી નિશ્ચયનું નિરાકરણ કરવામાં આવ્યું છે તે પણ ઉપરોક્ત પ્રકારના ગર્ભિત અભિપ્રાયથી સંગત થાય છે. તે તે નયના વિષયનું પ્રાધાન્ય દર્શાવવાનો અભિપ્રાય ન હોય અને માત્ર અન્યનયના વિષયને પ્રતિક્ષેપ કરવાનું જ તાત્પર્ય હોય તો તે નય નય ન રહેતા દુર્નય બની જાય. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે નરહસ્ય નામના સ્વરચિત ગ્રંથમાં કરેલું છે. પણ
III
કWS