________________
ઉપદેશ–૧૪- સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે
૧૧૯ વાક્યથી જે જ્ઞાન થાય છે તેમાં દેવ અને પુરુષકાર ઉભય મુખ્ય વિશેષ્યરૂપે ભાસમાન હોવાથી તે સમૂહાલંબનરૂપ છે. જે પૂર્વોકત લૌકિક વ્યવહારને અભિમાનરૂપે ઓળખાવવામાં આવે તે તે તત્ત્વનું અંગ નહિ બની શકે, કારણ કે તે સ્યાદ્વાદવાક્યજન્ય સમૂહાલંબન જ્ઞાનમાં વિરોધી છે. અને વિરોધી હોવાથી અપારમાર્થિક છે. વિરોધી એ રીતે કે- તદભાવવત્તાનો નિશ્ચય તવત્તાજ્ઞાનમાં પ્રતિબંધક છે તેવી સામાન્ય વ્યાપ્તિ હોવાથી લૌકિક વ્યવહારથી પુરુષકારકૃતત્વના અભાવનો નિશ્ચય થયા પછી સ્યાદ્વાદવાક્યથી પુરૂષકારકતત્વના જ્ઞાનનો ઉદય નહિ થઈ શકે. આમ સ્યાદ્વાદવાકજન્યજ્ઞાનમાં વિરોધી બનવાથી પૂર્વોક્ત લૌકિક વ્યવહાર અપારમાર્થિક બની જવાની આપત્તિ આવશે.
[ અભિમાનરૂપ વ્યવહાર પણ સપ્રયોજન છે–ઉત્તર ] સમાધાન –ઉપરોક્ત શંકાના સમાધાનમાં શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ન તુ પુવારyતમે આ વ્યવહાર અભિમાનરૂપ એટલે કે ભમ્રાત્મક હોવા છતાં પણ અપારમાર્થિક નથી, તે પણ સપ્રયોજન છે. “જે સ્થળે પુરૂષકાર અ૯પ હોય ત્યાં તેની અભાવરૂપે જ વિવક્ષા કરવી” આવા પિતાના અભિપ્રાયને વ્યક્ત કરવા માટે પુરુષકારનિષેધાંશમાં બાપની જાણકારી હોવા છતાં સ્વેચ્છાએ ‘ન તુ પુરુષાક્ત એ વ્યવહાર પ્રયોગ કરવામાં આવે છે. લોકોના સંસ્કાર મુખ્યપણે વ્યવહારનયથી ચૂંટાયેલા હોય છે.
व्यवहारनयाऽऽहितवासनावंतो हि क्वचन कार्ये दैवजनितत्वं प्रतिसंदधानास्तुल्यवित्तिवेद्यतयाऽल्पप्रयत्नजन्यत्वमपि प्रतिसंदधति, ततोऽल्पाभाववचनस्य स्वसंप्रदायसिद्धत्वेनेष्टतया तत्साधनतया ज्ञातं तत्र तदभावज्ञानमिच्छन्ति, ततश्चेष्टतत्साधनसंकल्पप्रवृत्तौ तथा जानन्ति-इतीच्छाजन्यमाभासिकं तदभावज्ञानं न तज्ज्ञानप्रतिबंधकम् , अनाहार्यतदभाववत्ताज्ञानस्यैव तद्वत्ताज्ञानप्रतिबन्धकत्वावधारणात् । युक्त चैतत् , इत्थमेव स्वविषयप्राधान्यस्य संभवात् , आभासिकावधारणस्यैव प्राधान्यपदार्थत्वात् । इत्थमेव नयानामितरनयार्थनिराकरणमुपपद्यते, अन्यथेतरांशप्रतिक्षेपित्वेन दुर्नयत्वापत्तेरिति विवेचितं તથાળે કરૂ - વ્યવહારનયથી ચૂંટાયેલા સંસ્કારવાળા લોકોને જે કાર્યમાં દેવ ઉત્કટ હોવાથી દૈવજનિતત્વનું અનુસંધાન થાય છે, તેની સાથે સાથે જ અલ્પ પ્રયત્ન જન્યત્વનું પણ અનુસંધાન થતું હોય છે, જેમ દીર્ઘતાના જ્ઞાનમાં હસ્વત્વનું અનુસંધાન હોય છે તે રીતે, કારણકે તે ઉભય પરસ્પર સાપેક્ષ હોવાથી સમાન જ્ઞાનના વિષય હોય છે. તાત્પર્ય એ છે કે પરસ્પર સાપેક્ષ હેવાથી જેમ દીર્ઘતા કે હસ્વતાના અનુસંધાન વિના અનુક્રમે સ્વતા કે દીર્ઘતાનું ભાન અશક્ય પ્રાયઃ હોય છે, ભલે તે વસ્તુ આપણે લક્ષમાં તાત્કાલિક ન આવે. તેવી જ રીતે અલ્પપ્રયત્ન જન્યત્વના અનુસંધાન વિના દૈવજનિતત્વનું જ્ઞાન પણ ઉદ્દભવી શકતું નથી. જે સ્થળે એકની અપેક્ષાએ અલ્પત્વ હોય તે સ્થળે તેની અલ્પતા વ્યક્ત કરવા માટે તેના અભાવને પ્રતિપાદક વચનપ્રગ લૌકિક પરંપરા સિદ્ધ હવાથી વ્યવહારકર્તાને તેવા પ્રકારને વચન પ્રવેગ ઈષ્ટ હોય છે. તે જાણે છે કે જે અભાવ પ્રતિપાદક વચનપ્રયોગ મને ઈષ્ટ છે, તેનું સાધન અભાવનું જ્ઞાન છે, અને તેથી તે વ્યવહારકર્તાને અ૯પ પ્રયત્ન સ્થળે પ્રયત્નના અભાવનું જ્ઞાન કરવાની ઈચ્છા થાય છે, પછી ઈષ્ટ એવા તે વચનપ્રયોગના સાધનભૂત