________________
ઉપદેશ–૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે
तन्न, सर्वौव दिव्यदृशा तदवधारणात् , 'व्यावहारिकं तद्भिन्नमेवेति चेत् ? न, व्यवहारस्य विषयसंकोचमागेणैवोपपादनादधिककल्पनायां मानाभावात् ॥५२॥
[પુરુષાર્થની ઉત્કટતામાં બભિત અભિપ્રાય–ઉત્તરપક્ષ ] ઉત્તરપક્ષ:-“ન દેવકૃત એવા વાક્યપ્રયેગથી જે નિષેધ કરે છે તે તેવા પ્રકારના દૈવમાં જનિતત્વને અભાવ દર્શાવવા માટે નહિ પરંતુ તત્કાર્ય સંપાદક દેવમાં સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પ્રયત્નથી ઉત્કટત્વને નિષેધ અભિપ્રેત છે, જે બાધિત નથી.
અથવા બીજું એ પણ સમાધાન છે કે પ્રસ્તુત કાર્યની અપેક્ષાએ પ્રસ્તુત કાર્ય સંપાદક દેવમાં સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પુરુષકારની અપેક્ષાએ અધિકતા બાધિત હેવા છતાં પણ અન્ય કાર્યની અપેક્ષાએ તે જ દવમાં તેવા જ પ્રકારના પુરુષાર્થથી અધિકતા સ્વીકારવામાં કોઈ બાધ નથી. તાતપર્ય એ છે કે જે મોક્ષાદિ કાર્યની અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે આ કાર્ય પુરુષકાર કૃત છે પરંતુ દેવકૃત નથી. ત્યાં સ્વસમાનાધિકરણ સ્વમાનકાલીન પુરુષકાર કરતા તાત્કાલીન દેવમાં આધિક્ય ન હોવા છતાં પણ સ્વર્ગાદિ કાર્યની અપેક્ષાએ તે જ પુરુષકાર કરતાં તે જ દેવમાં આધિક્યની સંભાવનામાં બાધ નથી. એટલે મેક્ષાદિ કાર્યમાં પણ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પુરૂષકાર અધિક દેવની અપ્રસિદ્ધિ વગેરે કઈ દેશની સંભાવના રહેતી નથી. એક જ પદાર્થ પણ ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્ર કાલ વગેરેની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારને હાઈ શકે છે. વસ્તુસ્થિતિ પણ એ પ્રકારની જ છે. એટલે એક જ દૈવની અંદર પ્રસ્તુત કાર્યની અપેક્ષાએ અધિકતાનો અભાવ અને અન્ય કાર્યની અપેક્ષાએ અધિકતા બન્ને સ્વીકાર્ય છે. પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરુદ્ધ અનંત ધર્મોથી આક્રાન્ત હોવાથી કથંચિત્ નિરંશ=નિરવયવ વસ્તુને પણ કથંચિત્ સાંશ સાવયવ સ્વીકારવામાં કઈ વિરોધ નથી.
જેઓ કહે છે–પૂર્વોક્ત પારિભાષિક દેવજનિતત્વ સ્વીકારવાની જરૂર નથી, “આ કાર્ય ચેત્રનું છે” એ પ્રકારના વ્યવહારથી સિદ્ધ જાતિવિશેષ ચિત્રજન્યત્વની જેમ દેવજનિવ પણ જાતિવિશેષ રૂપે જ છે–તે બરાબર નથી. કારણ કે યેગી પુરુષોએ દિવ્યદષ્ટિથી “આ કાર્ય દેવજનિત છે” એવા સમગ્ર વ્યવહારમાં પૂર્વોક્ત પાભિાષિક દૈવજનિતત્વનો જ નિર્ણય કરેલ છે.
[[દેવજનિતત્વ જાતિવિશેષની કલ્પનામાં સરળતાની શંકા અને ઉત્તર ]
પૂર્વપક્ષી :-દિવ્યદ્રષ્ટિથી નિશ્ચિત કરવામાં આવેલ પૂર્વોક્ત પારિભાષિક દેવજનિતત્વ એ કેઈ લૌકિક વ્યવહારમાં ઉપયોગી ન હોવાથી જાતિવિશેષ રૂપ દેવજનિતત્વને માનવામાં જ શ્રેય છે. કારણ કે જાતિસ્વરૂપ દેવજનિતત્વ પારિભાષિક જનિતત્વ કરતા ભિન્ન હોવાથી ન દેવકૃતમ’ એ વ્યવહાર સરળતાથી ઉપપન્ન થઈ શકે છે.
ઉત્તરપક્ષી –માત્ર લેકવ્યવહાર ઉપપન્ન કરવા માટે પારિભાષિક દૈવજનિતવનો ત્યાગ કરીને વધારામાં જાતિવિશેષ રૂપ દેવજનિતત્વની કલ્પના કરવામાં કઈ પ્રમાણ નથી, કારણ કે “ન દવકૃત” એવા વ્યવહારની ઉપપત્તિ દેવકૃત શબ્દના અર્થમાં સંકોચ કરીને થઈ શકે છે. આશય એ છે કે “દૈવથી જ ઉત્પન્ન થયેલ એવા વિશાળ અર્થમાં સામાન્ય રીતે પ્રજવામાં આવતા દેવકૃત શબ્દનો “અલ્પપુરૂષકાર સહકૃત દૈવથી જ ઉત્પન્ન થયેલ” એ