________________
ઉપદેશરહસ્ય ગાથા-પર
વિપરીતતા હોવાથી તે સ્થળે દેવ-મહત્વની કલ્પનાને અવકાશ નથી. અર્થાત્ તે સ્થળે દેવ ઘણું નથી પણ અ૫ હોવા છતાં ઉત્કટ હોવાની સંભાવના છે. દૈવગત ઉત્કટત્વમાં પ્રાજક દૈવ ઉત્પાદક વિશિષ્ટ પ્રકારનો પરિણામ હોવાથી કાર્યગત વિશેષની અસિદ્ધિ હોવા છતાં પણ ઉત્કટવની સંભાવનામાં કઈ બાધ નથી. તાત્પર્ય એ છે કે બહત્વનું અનુમાન કરાવતારી કાર્યગત વિશેષતા ઉપલબ્ધિગ્ય હોવાથી તેની અનુપલબ્ધિમાં બહત્વની કલ્પના અશક્ય છે. જ્યારે ઉત્કટત્વનું અનુમાન કરાવનારે પરિણામવિશેષ ભૂતકાલીન હોવાથી ઉપલબ્ધિને અગ્ય છે. તેથી તેની અનુપલબ્ધિમાં પણ દેવગત ઉત્કટત્વની સંભાવનામાં કોઈ બાધ નથી.
[ઉત્કટ–અનુત્કટને ભેદ પણ વ્યર્થ ] હવે જે સંખ્યારૂપ અ૫–
અને ત્યાગ કરીને ઉત્કટત્વ અને અનુત્કટત્વરૂપ બહત્વ અને અલ્પત્વને પૂર્વોક્ત લેકવ્યવહારમાં પ્રાજક માનવામાં આવે, તે પણ નિસ્તાર નથી કારણ કે ઉત્કટ અને અનુત્કટત્વ સાપેક્ષ પદાર્થ છે. જે કાર્ય સ્થળે તત્ કાર્ય સંપાદક તત્કાલીન , પ્રયત્નથી દેવ અનુત્કટ-અલ્પ હોય તે કાર્ય સ્થળે પણ તે દેવમાં કાલાન્તરીય=અન્યકાલીન પ્રયત્ન કરતા ઉત્કટતા સંભવિત હોવાથી તે કાર્યમાં દેવની મુખ્યતાને વ્યવહાર થવાની આપત્તિ આવશે. આ આપત્તિમાંથી બચવા પ્રયત્નમાં સ્વસમાનકાલીન અથવા “તતાઝીનત્વ વિશેષણ લગાવીને કહેવામાં આવે કે જે સ્થળે એતત્કાલીન પ્રયત્નથી અનુસ્કટ એવા દેવથી કાર્ય ઉત્પન્ન થયું હોય તે કાર્ય પ્રયત્નજનિત માનવું તો પણ વિસ્તાર નથી કારણ કે સ્વસમાન કાલીનત્વ અથવા એતત્કાલીનત્વ વિશેષણથી એતત્કાલીન અન્ય વ્યક્તિના પ્રયત્નનું પણ ગ્રહણ થઈ શકે છે. અને તેમ થવાથી તે જ કાળે વિદ્યમાન અન્ય વ્યક્તિના અનુત્કટ પ્રયત્ન કરતા પ્રસ્તુત કાર્ય સંપાદક દૈવમાં ઉત્કટતા સંભવિત હોવાથી
ક્ત આપત્તિ જેમની તેમ જ ઉભી રહે છે. જો આ આપત્તિમાંથી બચવા દેવમાં “સ્વસમાનાધિકરણત્વ' વિશેષણ ઉમેરીને કહેવામાં આવે કે “જે કાર્યસ્થળે જે વ્યક્તિના તે જ કાળના પ્રયત્ન કરતા તે જ વ્યક્તિનું દેવ અનુત્કટ હોય તે કાર્યમાં પ્રયત્ન જનિતત્વને વ્યવહાર કરવો.” તે પણ છુટકાર નથી. કારણ કે પ્રયત્નજનિત છે એવું અવધારણ કરવા માટે તેવા પ્રકારના દેવથી જનિત નથી” એવો નિષેધ પણ અવશ્ય કરે જ પડે, પણ તે શક્ય નથી એનું કારણ એ છે કે તેવા પ્રકારના દેવથી જનિત નથી એ વાક્ય પ્રયોગો અર્થ એ થાય કે સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન પુરુષકારથી ઉત્કટ એવા દૈવથી અજનિત છે. અહીં જે પ્રયત્ન જન્ય કાર્ય છે તે કાર્ય સંપાદક દેવ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલિન પુરુષાર્થથી અનુત્કટ છે અને તત્કાર્યમાં અસંપાદક જે દેવ છે તે બધા તત્કાર્ય. સંપાદક પુરૂષકારથી કાંતે અસમાનાધિકરણ છે કાં તે અસમાન કાલીન છે. એટલે તત કાર્ય સંપાદક દેવથી સમાનાધિકરણ અને સમાનકાલીન પુરૂષાર્થથી અધિક ઉત્કટ દેવ અપ્રસિદ્ધ હેવાથી તેવા પ્રકારના દૈવથી પ્રસ્તુત કાર્ય જનિત નથી. એ તત્વજનિતત્વનો નિષેધ થઈ શકે તેમ નથી.
अत्र ब्रूमः प्रकृते एतत्कार्यजनकदैवे निरुक्तपुरुषकाराधिकत्वाभावान्वयात् कार्यविशेषापेक्षनिरुक्ताधिक्याऽबोधाद्वा न दोष; एकस्यापि भावस्य द्रव्याद्यपेक्षया विचित्रत्वात्तथैव वस्तुस्थितेः शबलत्वेनानांशिकस्याप्यांशिकत्वाविरोधात् । यत्तु दैवजनितत्वादिकं चैत्रप्रभवत्वादिव जातिविशेष एवेति