________________
૧૧૧
ઉપદેશ-૧૪ સર્વત્ર કર્મ અને પુરુષાર્થને સ્યાદ્વાદ છે. કર્મને પ્રાપ્ત થાય છે તેવા તેવા ભિન્ન ફળનો પ્રાદુર્ભાવ થાય છે. દા.ત.-માટી એકસરખી હેવા છતાં પણ કુંભારની પિતાની જુદી જુદી ઈચ્છા પ્રમાણે જુદી જુદી ક્રિયાથી જુદા જુદા ઘડો-કેડિયું-કુંડી વિગેરે કાર્યો ઉત્પન્ન થાય છે.” તે આ બચાવ પુરુષાર્થવાદીના મતમાં પણ સુશક્ય છે. સારાંશ કર્મ અને પુરુષાર્થ બન્નેનું મહત્ત્વ સરખું છે. વળી જૈનદર્શનમાં તે માત્ર કર્મ કે પુરુષાર્થ નહિ પરંતુ કાળ-સ્વભાવ-ભવિતવ્યતા-કર્મ અને પુરુષાર્થ આ પાંચેયના સમુદાયથી પ્રત્યેકકાર્યની સિદ્ધિને સિદ્ધાંત સન્મતિતર્ક વગેરે મડાશાસ્ત્રમાં દર્શાવેલ છે.
[પુરુષાર્થવાદમાં ઈશ્વરકત્વની આપત્તિ અને સમાધાન]. શંકા :- જન્યભાવ માત્ર પ્રત્યે જે પુરુષકારને હેતુ માનવામાં આવે તે જનમતે પણ જગત્કર્તા ઈશ્વરની સિદ્ધિ થવાની આપત્તિ આવશે કારણ કે બે પરમાણુના સાગથી ઉત્પન્ન થતે દ્રવણુક પણ જન્યભાવ જ છે. તેની ઉત્પત્તિ માટે પરમાણુમાં સંયોગજનક ક્રિયા પણ જન્યભાવ છે. પરમાણુ અલ્પજ્ઞ એવા જીવાત્માના પ્રત્યક્ષ તેમ જ પ્રયત્નને વિષય ન હોવાથી જેને એ પરમાણુનું પણ પ્રત્યક્ષજ્ઞાન હોય એવા ઇશ્વરની, પરમાણુ ક્રિયાના ઉત્પાદક પ્રયત્નના આશયરૂપે સિદ્ધિ માનવી પડશે.
સમાધાન :- જે ઉપરોક્ત રીતે પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન કરવા માટે જીવાત્માથી ભિન્ન ઈશ્વરની કલ્પના કરીએ તે ઈશ્વરને તે પ્રયત્ન અને ક્રિયા પણ કદાચિક હોવાથી જન્યભાવ બની જતાં તેના હેતુરૂપે અન્ય પ્રયત્નવાન ઈધરાત્માની કલ્પના કરવા જતાં અનવસ્થાદેષ પ્રસક્ત થાય છે. એટલે જૈનમતે ઈશ્વર માનવાની આપત્તિ નથી.
તે પછી કચણુક ઉત્પાદક ક્રિયા પરમાણુમાં કઈ રીતે ઉત્પન્ન થશે ? આ પ્રશ્નનું નિરાકરણ એ છે કે જીવાત્મગત અદષ્ટ વડે જ એક વિશિષ્ટ સંબંધથી અથવા શક્તિ વિશેષ દ્વારા વિશ્વવત સકલકાર્યની ઉત્પત્તિ માનવાથી અન્ય ઈશ્વરની કલ્પના કરવાની જરૂર નહિ પડે એવું જે ઈશ્વરવાદીનું તાત્પર્ય હોય તો તે જૈનમતમાં ઈશ્વર ન માનવા છતાં પણ માત્ર અદષ્ટની શક્તિ માનવા દ્વારા સંગત થઈ શકે છે એટલે ઈશ્વરની કલ્પના કરવાની આપત્તિને અવકાશ નથી. આપણે
[મોક્ષ પણ કર્મ જનિત છે]. उपसंहरन्नाहतम्हा उ दोवि हेऊ अविसेसेणं परोप्पर मिलिआ । मोक्खोवि कम्मजणिओ विभागरूवो जमेयस्स ॥५१॥
બ્લેકાર્થ - પૂર્વોક્ત રીતે ઉત્પત્તિમાં પરસ્પર મીલિત દેવ અને પુરુષકાર સમાન રીતે હેતુ છે. મેક્ષમાં પણ કહેવુ છે કારણ કે મોક્ષ કર્મના વિભાગરૂપ છે. પલા
तस्मात् द्वावपि दैवपुरुषकारौ हेतुफलजनको, अविशेषेण समप्राधान्येन, परस्पर मिलितौ= अन्योन्यमुपगृहीतौ । ननु नानयोनियतं परस्परमिलनमस्ति, मोक्षे व्यभिचारात् , धर्माधर्मक्षयरूपत्वेन तत्र कर्मणोऽव्यापारादित्यत्राह-मोक्षोऽपि कर्मजनितो, यद्=यस्माद् एतस्य कर्मणो विभागरूपः खत्वयम् , स चात्मानुयोगिकः कर्मप्रतियोगि कञ्चेति । काप्यिा प्रतियोगितया हेतुरेव, वस्तुतः