________________
ઉપદેશ ૧૩–વિને આવે તે નમતું જોખવું નહીં
૧૦૩ તાત્પર્યાર્થ – પરિશુદ્ધાજ્ઞાગ એ જ મોક્ષસાધક આત્મવ્યાપાર રૂપ છે નહિ કે સંસારના પ્રોજનથી કરવામાં આવતી દેડધામ કે સંભાષણ, જે અજ્ઞાની પાખંડીઓ અંધ પરંપરાને અનુસરીને “અમારા પૂર્વજો આમ જ કરતા હતા માટે અમે પણ એમ જ કરીશુ આવે કદાગ્રહ રાખીને પોતાના કુલધર્મ વગેરેનું પાલન કરે છે તે મોક્ષ સાધક ક્રિયા નથી. તે જ રીતે કેટલાક વેષધારી જિને દુષમકાળ-પાંચમા આરાનું છેટું આલંબન પકડી લેવામાં તત્પર હોય છે તેઓની ઇરારાપૂર્વકની અવિધિયુક્ત ક્રિયાઓ પણ મેક્ષ સાધક નથી. કારણ કે તેવી અંધ પરંપરાગત અથવા અવિધિ પ્રધાન ક્રિયાઓથી માત્ર કર્મબંધની જ પરંપરા સર્જાય છે.?
[અનિયત સ્વભાવી કર્મના વિનાશમાં પુરુષાર્થ સફળ ] જે કર્મ અનિયત સ્વભાવવાળું છે-અવશ્ય ફળનું સર્જન કરે જ, તેવું નથી એવા કર્મને હતપ્રભાવ બનાવવા માટે પરિશુદ્ધાજ્ઞાગ રૂ૫ પુરુષકાર પર્યાપ્ત છે. લેકમાં જે એ પ્રવાદ સંભળાય છે –“અબ યુગ પસાર થઈ જાય તે પણ પૂર્વસંચિત કર્મ ભગવ્યા વિના ક્ષીણ થતું નથી. શુભ હોય કે અશુભ હોય પણ એકવાર કરેલું કર્મ ભવિષ્યમાં અવશ્ય ભેગવવું જ પડે છે.”—આવા પ્રવાદથી નિરાશ થઈ જવાની જરૂર નથી. જન શાસનમાં કર્મ અને ફળને સંબંધ નીચે પ્રમાણે છે
જીવે પહેલેથી જ કર્મબંધ બે પ્રકારે કરે છે. એક બંધસર્જક પરિણામ શિથિલ હેવાથી તેનાથી બંધાયેલા કર્મને મજબૂત બનાવનાર અથવા ફલાભિમુખ કરનાર સામગ્રીને યંગ ન થાય તે ફલ પ્રત્યે અકિંચિત્કર રહે અને જે તેવી સામગ્રીને યોગ થાય તે ફળ આપે પણ ખરા, દા. ત. સાધ્ય રોગ. જ્યારે બીજા પ્રકારના કર્મ એવા હોય છે કે જે પહેલેથી જ અત્યંત દઢ તીવ્ર પરિણામથી બાંધેલા હોવાથી તેનું ફળ આપ્યા વિના રહેતા નથી. તેને સ્વપ્રભાવથી જ ફલાભિમુખ કરનાર સામગ્રી પણ અવશ્ય મળી જ રહે છે. દા.ત, અસાધ્યરેગ.
આ બે પ્રકારમાં બીજા પ્રકારનું નિકાચિત કર્મ તો અવશ્ય જોગવવાનું જ રહે છે. પરંતુ પહેલા પ્રકારનું કર્મ તેનાથી વિરોધી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ વગેરે સામગ્રી દ્વારા પ્રતિકારને ગ્ય હોય છે. એટલે એવા અનિકાચિત બંધાયેલા અશાતા વેદનીય, અપયશ. અપકીર્તિ લાભાંતરાય વગેરે કર્મોને નિષ્ફળ બનાવવામાં પરિશુદ્ધ આજ્ઞાગ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં વિરોધને કઈ અવકાશ નથી. આ તાત્વિક વિષયનું વધુ સ્પષ્ટ નિરૂપણ “આધ્યાત્મમતપરીક્ષા' નામના ગ્રંથમાં ગ્રંથકારે પોતે જ કર્યું છે.
[નિશ્ચય વિના પણ સંભાવનાથી પ્રવૃત્તિ શક્ય ] શંકા -. પરિશુદ્ધાઝાગથી ઉપક્રમે ગ્ય કર્મને નાશ શક્ય હોય તે પણ પિતાના આમામાં એવા કર્મો બંધાયેલા હોવાને નિશ્ચય કરવાની કોઈ સાધન-સામગ્રી ન હોવાથી વિનાશ ગ્ય કર્મને નિશ્ચય અશક્યપ્રાયઃ છે એટલે કેણ તેને નાશ કરવા માટે ઉદ્યમવંત થશે ? તાત્પર્ય, એવી પ્રવૃત્તિને ઉચ્છેદ થઈ જશે.
સમાધાન -બળવાન અનિષ્ટ પ્રયોજક અશુભ નિમિત્તની શંકા પણ તેના નાશની પ્રવૃત્તિમાં પ્રેરક છે. રાત્રે અંધારામાં કાંઈક કરડી ગયું હોય ત્યારે સાપ જ કરડડ્યો છે એવો નિશ્ચય ન હોવા છતાં પણ સાપના ઝેરની શંકા ઉદ્દભવતાં તેનો નાશ કરવા માટે તે વ્યક્તિની પ્રવૃત્તિ થતી દેખાય છે. એ જ રીતે ગ્રંથ સમાપ્તિ વગેરેમાં બાધક વિદ્ધ