________________
ઉપદેશ-૧૩-વિદને આવે તે નમતું જોખવું નહીં (૨) દહનનામના દેવે પૂર્વભવમાં સંયમની ક્રિયાઓમાં કરેલા માયાગર્ભિત પરિત્યના કારણે મેક્ષિપ્રાપ્તિ વચ્ચે અનેક ભવેનું અંતર થયું.
(૩) અહદત્ત પૂર્વભવમાં સદ્દગુરૂએ સમર્પિત કરેલા ચારિત્રધર્મમાં “ચારિત્ર ઘણું સારું પણ બળજબરીથી આપ્યું તે ઠીક નહિ” એ દુવિચાર કરીને દુર્લભધિપણું પામ્યા અને તેથી અન્યભવમાં સાક્ષાત્ દેવતાએ આવીને ત્રણ ત્રણવાર પ્રતિબંધ કરવા છતાં પણ અસર થઈ નહિ.
ગન્તવ્ય દેશમાં સુંદર રાજવ્યવસ્થા, સુકાળ વગેરે ગુણોનું જ્ઞાન હોવા છતાં પણ જેમ કાંટા વગેરેથી મસાકરને ત્યાં પહોંચવામાં અલ૫. મધ્યમ કે અધિક કાળનો વિલંબ થાય છે. એ જ રીતે મેક્ષમાં જન્મ-જરા-મરણ વગેરે કઈ દુખ નથી એમ જાણવા છતાં પણ ત્યાં જવા માટે સજજ થયેલા સમ્યગુદષ્ટિને સુખશીલતા, માયાને ઉન્માદ અને અવિધિથી ડહળાયેલી ક્રિયાઓ વગેરેના અસદ્ અભ્યાસથી અ૫મધ્ય કે તીવ્ર માત્રામાં મોક્ષ પ્રાપ્તિને વિલંબ થાય છે.
ભાવાજ્ઞાન એ સ્વભાવ છે કે વિનના અભાવમાં મુક્તિ પ્રાપ્ત કરાવે એટલે ઉપરોક્ત પ્રકારના વિ ટળી જાય ત્યારે સમ્મદષ્ટિ જીવનું મિક્ષ તરફ વેગવંત ગમન થાય છે. પાકવા
[અતિચારોષના વજનમાં પ્રયત્ન ખાસ જરૂરી]. यत एवं भावाज्ञावतोऽपि प्रतिबन्धः सम्भवी अतोऽत्रातिशयितत्वं कर्तव्यतयोपदिशन्नाहભાવાજ્ઞા શિરોધાર્ય કરનારને પણ ઉપરોક્ત પ્રકારનું વિઘ્ન આવવાને સંભવ હોવાથી આરાધનામાં જે ખાસ ધ્યાન દેવા યોગ્ય બાબત છે તેનું મંગળ સૂચન શ્લોક ૪૪માં કર્યું છે
एवं णाऊण सया बुहेण होअव्वमप्पमत्तेण । परिसुद्धाणाजोगे कम्मं णो फलइ रुदंपि ॥४४॥
શ્લેકાર્થ–પૂર્વોક્ત હકીકત જાણીને ડાહ્યા પુરૂષે પરિશુદ્ધ આજ્ઞાગમાં અપ્રમત્ત થવું જોઈએ જેથી ભયાનક કર્મ પણ ફલીભૂત થાય નહિ. ૪૪
एवं भावाज्ञाप्राप्तावपि प्रतिबन्धस्य कटुकविपाकतां ज्ञात्वा, सदा सर्वदा, बुधेन-मुक्तिमार्गप्रवृत्तिलक्षेण भवितव्यमप्रमत्तेन=सर्वातिचारपरिहारपरायणेन, इत्थमेवाज्ञाशुद्धयुपपत्तेः । ततः किं स्यादित्याह-परिशुद्धाज्ञायोगे दीर्घकालाऽऽदरनरंतर्यासेवितविशुद्धाज्ञासंपत्तौ कर्म=निकाचनावस्थामप्राप्त ज्ञानावरणादिकं, रौद्रमपि नरकादिविडंबनादायकत्वेन दारुणमपि, न फलति=न स्वविपाकेन विपच्यते यथा हि नक्तं स्वच्छंदप्रसरा अपि शशांककरा भगवतो रवेरुदये निष्फलत्वमेव बिभ्रति तथास्वाभाव्यनियमात्, तथा परिशुद्धाज्ञाभ्यासादात्ममात्रप्रतिबद्धमानसानामत्यन्तनिर्गुणभवभ्रान्तिपरिश्रान्तानां दारुणपरिणाममिथ्यात्वादिनिमित्तोपात्तमप्यशुद्धं कर्म न स्वफलमुपधातुं समर्थ स्यादिति ॥४४॥
તાત્પર્યાર્થભાવાજ્ઞાની પ્રાપ્તિ થયા પછી પણ કડવા ફળ ચખાડનાર વિનાને અવકાશ છે એ એક નક્કર સત્ય હોવાથી મોક્ષમાર્ગની આરાધનામાં કુશળ બુદ્ધિમાન પુરુષે જરાપણુ અતિચારરૂપ ડાઘ આરાધનામાં ન લાગે તેની કાળજીવાળા થવું જોઈએ. તે જ વિશુદ્ધકક્ષાની આજ્ઞારાધના સંપન્ન થાય છે. દીર્ઘકાળ સુધી નિરંતર આદરપૂર્વક વિશુદ્ધ