________________
ઉપદેશ-૧૨ ભાવાજ્ઞાની તાત્વિક અનુભૂતિ
મિક્ષ પુરુષાર્થના ઉદની શકાનું નિરાકરણ]. સમ્યગદષ્ટિ જીવનું જ્ઞાન પણ સમ્યગૂજ્ઞાન રૂપ હોવાથી તેમ જ “મારે આત્મા જ્ઞાનાદિ સ્વભાવવાળે છે તે બેધ હોવાથી તેને તે મેક્ષની અપ્રાપ્તિને ભ્રમ રહેવાને પણ સંભવ નથી માટે તેને મોક્ષ પુરૂષાર્થ કરવાનું રહેશે નહિ”—આવી શંકા કરવાની જરૂર નથી કારણ કે ચતુર્થ ગુણસ્થાનકમાં એક્ષપ્રાપ્તિના વિષયમાં શાસ્ત્રીય કે બૌદ્ધિક જ્ઞાન હોવા છતાં પણ મુક્તિદશાની અનુભૂતિ હોવાથી અપ્રાપ્તિના ભ્રમને અવકાશ છે. આ બ્રમજનક અનાદિ કાલીન વાસનાની નિવૃત્તિ માત્ર શાસ્ત્રીય સમાજ પર નિર્ભર નથી, પરંતુ મુક્તિદશા અને સંસારદશા એ બન્નેમાં પરાકાષ્ઠાએ પહોંચેલા સમભાવથી પરિણતજ્ઞાનથી જ તેની નિવૃત્તિ થાય છે. આવી દશા પ્રાયઃ સાતમા ગુણસ્થાનકમાં જ પ્રાપ્ત થતી હોવાથી નીચેના ગુણસ્થાનકેમાં ઉપરોક્ત દશાની પ્રાપ્તિ માટે સમ્યક પ્રવૃત્તિ ઘણી ઘણી જરૂરી છે.
શંકા :-જૈન પ્રવચનમાં જ્ઞાન નય અને ક્રિયાનય ઉભયના અવલંબનને જ ઉચિત લેખવામાં આવ્યું છે જયારે પૂર્વોક્ત નિરૂપણ જ્ઞાનનયને અવલંબીને જ કરવામાં આવ્યું છે તે કઈ રીતે ઉચિત ગણાય ?
ઉત્તર –ભગવાનની દેશના સર્વનય ગર્ભિત હોવા છતાં પણ ઉપયોગ મુજબ અર્થાત તે તે વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે પોતપોતાના વિષયમાં મહત્ત્વ ધરાવનાર એક એક . નયનું અવલંબન કરવામાં કઈ દેષ નથી. આ વિષયનું વધુ સ્પષ્ટીકરણ “સ્યાદવાદ કલ્પલતામાં કરેલ છે. ૪રા