________________
ઉપદેશરહસ્ય ગાથા-૪૨
શંકા -જે જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ સ્વભાવ અનાદિકાળથી અવસ્થિત જ હોય તે પહેલું ચોથું પાંચમુ વગેરે ગુણસ્થાનકના ક્રમની વ્યવસ્થા કઈરીતે સંગત થશે ? તેમ જ આત્મા નિત્યમુક્ત હોવાથી પ્રાપ્ત વસ્તુની પુનઃ પ્રાપ્તિ અસંગત હોવાથી મુક્તિની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કોણ કરશે ?
ગુણસ્થાનકેની વ્યવસ્થા અજ્ઞાનવિલય પર અવલંબિત છે.] ઉત્તર :મૂળ શ્લેકના ઉત્તરાર્ધમાં પ્રસ્તુત શંકાનું સમાધાન કર્યું છે, જેનું તાત્પર્ય એ છે કે ગુણસ્થાનકોના ક્રમની વ્યવસ્થા જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિને લક્ષમાં રાખી ને કરવામાં આવી નથી કારણ કે મિથ્યાદષ્ટિને ૯ પૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે છે જ્યારે તેનાથી ચઢિયાતા સમ્યગદષ્ટિ વગેરેને તે નથી પણ હતું. નિશ્ચયનયની દષ્ટિએ એટલે કે જ્ઞાનનયને અવલંબીને વિચાર કરવામાં આવે તે એમ કહી શકાય કે ગુણસ્થાન ક્રમની વ્યવસ્થા તે તે ગુણસ્થાનકમાં અજ્ઞાનાત્મક દષના થતાં કમિક નાશને લક્ષમાં રાખીને કરવામાં આવી છે.. નીચે નીચેના ગુણસ્થાનકમાં અજ્ઞાનને વિલય અ૮૫માત્રામાં હોય છે. મધ્યવતી ગુણસ્થાનમાં તે મધ્યમ માત્રામાં હોય છે. અને ઉપર ઉપરના ગુણસ્થાનકે માં અધિક માત્રામાં હોય છે. આ રીતે અજ્ઞાનને વધુને વધુ વિલય થવાથી ક્રમશઃ ઉપર ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિ સંગત થાય છે. અજ્ઞાનના ક્રમિક વિલયને બદલે જ્ઞાનવૃદ્ધિને આશ્રયીને ગુણસ્થાનક વૃદ્ધિ માનવામાં આવે તે ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ, અવિરતિ વગેરે પરિણામને વિલય નહિ માની શકાય. કારણ મિથ્યાત્વ આદિ પરિણામનું મૂળ અજ્ઞાન છે. ઉપર ઉપરના ગુણસ્થાનકમાં જ્ઞાન ભલે વધે પણ અજ્ઞાન તદવસ્થ હોય ત્યાં સુધી મિથ્યાત્વ વગેરેની નિવૃત્તિ કઈ રીતે થઈ શકે ?
પ્રશ્ન:જ્ઞાન નયનું અવલંબન કર્યા પછી પાંચમા વગેરે ગુણસ્થાનકમાં વિરતિ આદિ ગુણને પ્રાદુર્ભાવ કઈ રીતે સંગત થશે? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે અજ્ઞાનના વિલયથી જ્ઞાન રૂપ ગુણના ઉદયની સંભાવના થઈ શકે, પરંતુ વિરતિ રૂપ ચારિત્ર ગુણને ઉદય ન માની શકાય.
[પાપવિરામ વગેરે ગુણે પણ જ્ઞાનની પરિપકવતા રૂપ છે] સમાધાન–જ્ઞાનનયના મતે વિરતિ વગેરે ગુણે પણ પરિપકવ જ્ઞાન દશા રૂપ જ છે. એટલે અજ્ઞાનના વિલયથી વિરતિ ગુણની પ્રાપ્તિમાં કઈ દેષ નથી.
પ્રશ્ન :વિરતિને પરિપકવજ્ઞાન દશા રૂપ માનવા છતાં પણ અનાદિ કાળથી જ્ઞાનસ્વભાવ આત્મામાં અવસ્થિત જ હેવાથી પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકમાં તેની ઉત્પત્તિ કઈ રીતે સંગત થાય?
ઉત્તર:–અનાદિ કાળથી જ્ઞાનસ્વભાવ આત્મામાં પરિપક્વ જ્ઞાન દશા રૂપ વિરતિ અવસ્થિત હોવા છતાં અપ્રગટ અવસ્થામાં હોય છે જેની અભિવ્યક્તિ પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનકેમાં થાય છે, એમ માનવામાં કઈ દેષ નથી. એક્ષપ્રાપ્તિ માટે પુરૂષાર્થને અવકાશ ન હેવાનો દોષ પણ જ્ઞાનાદિસ્વભાવ રૂપ આત્મા માનવામાં નથી. વસ્તુ પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્તિને ભ્રમ થઈ જવાની દશામાં પ્રાપ્તિ અંગેના પુરૂષાર્થને અવકાશ છે જ. દા. ત.-ગળામાં સુવર્ણની માળા પહેરેલી હેવા છતાં પણ કેઈકવાર તેના અભાવને ભ્રમ થઈ જવાથી તેની શોધાશોધ થાય છે. અહી કેડમાં છોકરું અને ગામમાં શોધે એ કહેવત પણ અનુરૂપ લાગે છે,