________________
ઉપદેશરહસ્ય ગાથા-૪૧ પદ્રવ્યસંબંધ-આ મિથ્યાજ્ઞાન મોહનીસકર્મરૂપ પરદ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થાય છે, તેમ જ નૂતન કર્મબંધને ઉત્પન્ન કરે છે. માટે તે લૌકિક કુપ્રાવચનિક વાસના જનિત સંબંધ રૂપ પણ છે. પણ આ સંબંધ વાસ્તવિક નહિ કિન્તુ આધ્યાસિક અર્થાત્ અપારમાર્થિક છે. આશય એ છે કે તે સંબંધ અનધર નહિ પણ નશ્વર છે.
સિન્માર્ગ પ્રવૃત્તિ આત્માને તાવિક સ્વભાવ છે]. ચતુર્થ ગુણસ્થાનકમાં ઉપરોક્ત પર પરિણામ સ્વરૂપ ઉન્માર્ગગામી વલણ ટળવાથી તેમજ તત્ત્વને તત્ત્વરૂપે અને અતત્ત્વને અતત્ત્વરૂપે નિશ્ચય=જ્ઞાનદીપને પ્રાદુર્ભાવ થયે અજ્ઞાનને અંધાપ ટળવાથી આમાની સન્માર્ગમાં જ જે પ્રવૃત્તિ થાય છે તે આત્માનો સ્વભાવ છે. અહીં સન્માર્ગનું તાત્પર્ય “શરીરથી ભિન્ન એવા આત્મામાં જ રમણતા રૂપ શ્રમણભાવ”માં છે.
સ્ફટિકમાં સ્વભાવથી જ વિશુદ્ધિગુણ રહેલ છે પરંતુ કયારેક જાસુદનું ફુલ અથવા તમાલના સાંનિધ્યથી તેમાં રક્તતા અને કાલિમાને ઔપાધિક સંસર્ગ થતો હોવા છતાં પણ ઉપાધિ દૂર થવાથી તેને વિલય અવશ્ય થાય છે. ત્યારે તેમાં શુદ્ધતાને પ્રાદુર્ભાવ થતો દેખાય છે પણ વાસ્તવમાં ઢંકાઈ ગયેલ શુદ્ધતાનું જ અનાવરણ થાય છે. જે તેને કૃત્રિમ માનવામાં આવે તે કૃત્રિમ વિશુદ્ધિના હેતુઓ શોધવા પડે અર્થાત્ હેતુઓને આધીન વિશુદ્ધિ માનવી પડે પણ તેમ ન હોવાથી પ્રગટ થતી શુદ્ધતા કૃત્રિમ નહિ પણ સ્વાભાવિક જ સિદ્ધ થાય છે. એ જ રીતે માર્ગાનુકૂલ પ્રવૃત્તિ પણ આત્માના સ્વભાવરૂપ જ છે. ઉપાધિભૂત કર્મના કારણે પ્રગટ થયેલ રાગદ્વેષાત્મક વૈભાવિક સ્વરૂપના વિલયથી તે પ્રગટ થાય છે કારણ કે જ્ઞાનદર્શન અને ચારિત્રનો સુમેળ એ જ માર્ગ છે અને જ્ઞાનદર્શનચારિત્ર એ આત્માના સ્વભાવરૂપ છે એટલે કર્મરૂપ ઉપાધિના કારણે તેનું આવરણ થવા છતાં પણ કર્મરૂપ ઉપાધિ નાબૂદ થયે તે સ્વભાવરૂપે પ્રગટ થાય છે.
[રનત્રય ઔપાધિક હોય તો શાશ્વતકાળ ટકે નહી. જે જ્ઞાનદર્શનચારિત્ર સ્વભાવિક નહિ પણ પાધિક હોત તો પ્રતિબંધક કર્મને વિલય થયા પછી પણ અન્ય હેતુઓના વિલંબમાં તેની ઉત્પત્તિમાં પણ વિલંબનો સંભવ છે પરંતુ જ્ઞાનદર્શન ચારિત્ર ઔપાધિક નથી અર્થાત્ હેતુઓને આધીન નથી તેથી જ પ્રતિબંધકના અભાવમાં સ્વતઃ સ્કુરાયમાન થાય છે. જ્ઞાનદર્શનચારિત્રને જીવના સ્વભાવ રૂપ માનવાને બદલે હેતુઓને પરાધીન ઉત્પત્તિવાળા માનવામાં આવે તો બીજી પણ એક સમસ્યા એ છે કે પ્રત્યેક જન્યભાવ પારમાર્થિક નહિ પરંતુ અવશ્ય નિવર્તમાન અર્થાત્ નાશવંત હોવાથી કર્મથી મુક્ત થયા પછી પ્રગટ થયેલ જ્ઞાનદર્શનચારિત્ર પણ નષ્ટ થઈ જશે અર્થાત્ પુનઃ અજ્ઞાન દશારૂપ સંસાર અવસ્થાને પ્રાદુર્ભાવ થઈ જતા મુક્ત અવસ્થા સમાપ્ત થઈ જશે. પ્રકૃતિનો એ નિયમ છે કે જે સ્વરૂપ પરાધીન અર્થાત્ હેતુ સાપેક્ષ હોય તે હેતુઓ નિવૃત્ત થતા અવશ્ય નિવૃત્ત થાય. દા.ત–સ્ફટિકમાં રક્તતા જાસુદપુષ્પને આધીન હોવાથી જાસુદપુષ્પનું સાંનિધ્ય ન હોય ત્યારે, લાલાશની નિવૃત્તિ અવશ્ય થાય છે. ૪૧
ननु यदि मार्गप्रवृत्तिरात्मनः स्वभाव एव तदा प्रागपि तत्प्रसङ्ग इति शङ्कतेઅત્રે “માર્ગ પ્રવૃત્તિ જે આત્માના સ્વભાવ રૂપ જ હોય તે ભૂતકાળમાં પણ માર્ગપ્રવૃત્તિરૂપ સ્વભાવનું અસ્તિત્વ અબાધિત માનવું પડશે” એવી શંકાને અવકાશ છે. શ્લેક૪રમાં આવી શંકાનું ઉત્થાન કરી અને તેનું સમાધાન કર્યું છે–