________________
ઉપદેશઃ ૧૨-ભાવાત્તાની તાત્વિક અનુભૂતિ
હેક अपि च मार्गप्रवृत्तिस्वभावस्य जीवस्योन्मार्गप्रवृत्तिहेतुमिथ्यात्वाध्यनिवृत्तौ स्वभावत एव हिते प्रवृत्तिरित्युपपादयति
જીવને ઉન્માર્ગમાં તાણી જનાર મિથ્યાત્વરૂપ અંધત્વ છે. ચેથા ગુણસ્થાનકમાં મિથ્યાત્વને ઉદય નિવૃત્ત થવાથી મોક્ષસુખ રૂ૫ હિતના ઉપાયમાં સ્વાભાવિક રીતે જીવની પ્રવૃત્તિ થાય છે, કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ મેક્ષને ઉપાય છે-માર્ગ છે અને જીવને સ્વભાવ પણ છે, એટલે “સહજરીતે જ માર્ગનકલ પ્રવૃત્તિ કરવી એ જીવને સ્વભાવ છે – આ હકીક્તનું ગ્લેક ૪૧માં સમર્થન કરવામાં આવ્યું છે–
परपरिणामुम्मग्गे चत्ते लद्धे अ नाणदीवम्मि । मग्गम्मि जे पवट्टइ एस सहावो हु जीवस्स ॥४१॥
શ્લેકાર્થ: પરકીય પરિણામ સ્વરૂપ ઉન્માન ત્યાગ અને જ્ઞાનદીપને આવિર્ભાવ થયે છતે માર્ગમાં જે પ્રવૃત્તિ થાય છે તે જીવને સ્વભાવ જ છે ૪૧
परपरिणामे लौकिक-कुप्रावचनिक-वासनाजनित-स्वाभेदस्वीयत्वादिज्ञानरूपे तज्जनिताध्यासिकपरद्रव्यसंबंधरूपे च उन्मार्गे त्यक्ते सति, लब्धे च ज्ञानदीपे, मार्गे स्वात्मप्रतिबंधमात्रविश्रांतश्रामण्यरूपे यत् प्रवर्तते एष स्वभावो हि जीवस्य, न खलु जपाकुसुम-तापिच्छोपरागजनितपाटलिमकालिमविलये स्फटिकस्य प्रादुर्भवन्ती शुद्धतापि न स्वाभाविकी, अन्यानधीनत्वात्, एव ज्ञानदर्शनचारित्ररूपमार्गस्वभावस्यात्मनोऽपि कोंपाधिकरागद्वेषविलये प्रादुर्भवन्ती मार्गप्रवृत्तिरपि नाऽस्वाभाविकी तत एव, अन्यथा जन्यत्वेनाऽपारमार्थिकतया निवृत्त्यावश्यकत्वे निर्मोक्षापातात् । न हि यत्पराधीनं रूप तत्तन्निवृत्तावप्यनुवर्तते, यथा स्फटिकोपरागो जपाकुसुमादिनिवृताविति भावः ॥४१॥
તાત્પર્યા - ઉન્માર્ગ અભિમુખતા (=ઉન્માર્ગગામી વલણ) અને અજ્ઞાનને અંધાપો આ બે ઉન્માર્ગની પ્રવૃત્તિમાં મુખ્ય હેતુ રૂપ છે. ઉન્માર્ગે અભિમુખતા પર પરિણામ રૂપ છે. પર પરિણામના બે સ્વરૂપ છે. (૧) (બ્રમ) જ્ઞાનરૂપ અને (૨) પરદ્રવ્યસંબંધ રૂપ,
મિથ્યાજ્ઞાનથી મમવબુદ્ધિ]. જ્ઞાનરૂપ-અનાદિકાળથી પ્રવર્તમાન શરીરતાદામ્ય બુદ્ધિજનક સર્વલક સાધારણ સંસ્કાર લૌકિકવાસના રૂપ છે. આ લૌકિકવાસનાના પ્રભાવે આત્માથી ભિન્ન એવા પણ શરીરમાં આત્માને અત્યંત અભેદનું મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે. તેમ જ પરકીય (પૌગલિક) ધન સંપત્તિ વગેરેમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કુપ્રવચન એટલે અલ્પજ્ઞ-અનાપ્ત પુરૂષ ઉપદિષ્ટ શાસ્ત્ર, આ પ્રકારના શાસ્ત્રના અધ્યયનથી ઉત્પન્ન “આત્મા એકાન્ત નિત્ય છે અથવા ક્ષણિક છે” આવી મિથ્યાબુદ્ધિ ઉત્પન્ન કરનાર દઢ સંસ્કારને કુકાવચનિક વાસના કહેવાય છે. આ વાસનાથી એકાન્ત નિત્યત્વ અથવા એકાન્ત અનિત્યને આત્મામાં અભેદભ્રમ સર્જાય છે. તેમજ કુપ્રવચન નિર્દિષ્ટ સ્વર્ગાદિના સુખના સાધનેમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત રીતે ઉન્માર્ગ અભિમુખતાત્મક પરંપરિણામનું સ્વરૂપ મિથ્યાજ્ઞાન રૂપ છે.