________________
ઉપદેશ ૧૨-ભાવાજ્ઞાની તાત્ત્વિક અનુભૂતિ उक्ता सप्रसङ्ग द्रव्याज्ञा, अथोपादेयां भाषाज्ञां निरूपयतिવિસ્તારથી દ્રવ્યાજ્ઞાનું નિરૂપણ કર્યું હવે આદરણીય ભાવાણાનું નિરૂપણ શરૂ થાય છે
भावाणा पुण जायइ सम्मबिहिस्स मूलमहिगिच्च । कज्जाकज्जे णाओ पवट्टइ तओ हिए पायं ॥४०॥
લેકાર્થ–ભાવાણાને આરંભ સમ્યગ દષ્ટિ જીવથી માંડીને થાય છે. તેનાથી કાર્ય અને અકાર્યને નિશ્ચય થવાથી પ્રાયઃ હિતમાં જ પ્રવૃત્તિ થાય છે .૪૦
भावाज्ञा पुनर्जायते सम्यग्दृष्टेः मूलं आदिम् अधिकृत्य, तदनंतरमेव प्रशमसंवेगनिदानुकंपास्तिक्यरूपमोक्षपुरप्राप्तिसार्थोंपलब्धेः, ततः कार्याकार्ये=इहलोकपरलोकयोहिताहिते नीतिव्यवहारकुनीतिपरद्रव्यापहारादिलक्षणे ज्ञात्वा इहलोकपरलोकयोः शुभाशुभफलत्वेन निश्चित्य, प्रायो हिते प्रवर्तते, असति प्रतिबंधे निर्वेदप्राणस्य तस्य हित एवोत्कटेच्छाजननस्वभावत्वात्, तद्गुणप्राबल्यप्रयोज्यप्रयत्नस्य विस्त्यावरककर्मस्थित्यपवर्तनप्रवणत्वाच्च ॥४०॥
તાત્પયાર્થ–પ્રથમ ગુણસ્થાનકમાં ભાવાજ્ઞાનું અસ્તિત્વ હોતું નથી પરંતુ પ્રધાનપણે દ્રવ્યાજ્ઞા જ હોય છે. બીજુ અને ત્રીજું ગુણસ્થાનક મુખ્યતયા ચોથા ગુણસ્થાનકથી પડનારને જ પ્રાપ્ત થાય છે. એટલે આધ્યાત્મિક ઉત્થાનની દૃષ્ટિએ પહેલા ગુણસ્થાનક પછી બીજે નંબરે ચેણું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકમાં સમ્યગુદર્શન નામના મૌલિકગુણની પ્રાપ્તિ થતી હોવાથી તે જીવને સમ્યગદષ્ટિ કહેવામાં આવે છે અને અહીંથી જ ભાવાજ્ઞાને પ્રાદુર્ભાવ થવા માંડે છે. મોક્ષનગરની પ્રાપ્તિ માટે જે આવશ્યક સામગ્રી છે –(૧) પ્રથમ (૨) સંવેગ (૩) નિવેદ (૪) અનુકંપા (૫) આસ્તિકપણું, આ પાંચેયની ઉપલબ્ધિ સમ્યગ દર્શન પ્રાપ્ત થયા પછી જ થાય છે.
. કc [સમ્યગૂ દર્શન ગુણને ચમત્કાર ] સમ્યગદર્શનના અભાવે જીવને કાર્ય અને અકાર્યનું વાસ્તવિક ભાન થાય છે. “નીતિન્યાય-પ્રામાણિકતા તેમજ સદ્વ્યવહારનું પાલન એ કર્તવ્ય છે અને તે ઈહલોક અને પરલોકમાં ભલું કરનાર અર્થાત્ શુભફળ પ્રદાયક છે, તેમ જ કુનીતિ–ઠગાઈ-પદ્રવ્યહરણ વિગેરે અકર્તવ્ય છે અને તે ઈહલેક પરલોકમાં જીવનું ભૂંડું કરનાર અર્થાત્ કડવા ફળ સંપાદક છે. આ સત્ય તેના હૃદયમાં બરાબર ઠસી જાય છે. આ સત્ય હૈયામાં વસવાથી પ્રાયઃ તે હિતમાં જ પ્રવૃત્ત થાય છે. આશય એ છે કે કેઈ વિધ્ર ન હોય તો સમ્યગદર્શનને એ પ્રભાવ છે કે જેનાથી આમાને હિતની જ ઉત્કૃષ્ટ ઈરછાનો પ્રાદુર્ભાવ થાય. કારણ કે ભવનિર્વેદ સમ્યગદર્શનના પ્રાણભૂત છે. સમ્યગદર્શનની હાજરીમાં ભવનિર્વેદ એટલે કે સંસારના તમામ સુખ ઉપર નફરત હોવાથી મેક્ષિસુખ રૂપ હિતની જ ઈચ્છાને પ્રાદુર્ભાવ થવાને અવકાશ છે. વળી પ્રબળ સમ્યગુદર્શન ગુણથી એવા શુભ પ્રયત્નને ઉદય થાય છે કે જે દેશવિરતિ અને સર્વવિરતિના આવારક કર્મોની દીર્ઘ સ્થિતિમાં ઘટાડો કરે છે અર્થાત્ આવારક કર્મ સ્થિતિ પલ્યોપમ પૃથફત્વ કે સાગરેપમ શતપૃથકૃત્વ જેટલી વધુ ન્યૂન થવાના પરિણામે દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મને ઉદય થાય છે. કેળા