________________
ઉપદેશ-૧૧ મુનિએ વાણીમાં રાખવાયોગ્ય સયમ
૫
સમસ્ત દ્રવ્યસ્તવનુ' ફળ દર્શાવવા માટે પ્રજ્ઞાપની ભાષાનેા પ્રયાગ કરવાનો અધિકાર છે, પરંતુ આજ્ઞાપની ભાષાના પ્રયાગ કરવાના અધિકાર નથી. જો સાક્ષાત્ પ્રવર્તાવવાના અધિકાર હોતે તે આજ્ઞાપની ભાષાને નિષેધ કર્યાં ન હોત. પ્રસ્ત શાસ્ત્રમાં પ્રજ્ઞાપની શબ્દનુ તાત્પર્ય છે—‘અતિશય શ્રદ્ધા ઉત્પાદક, દ્રવ્યસ્તવના ફળનુ પ્રતિપાદન માત્ર કરનારી ભાષા.’ આજ્ઞાપની ભાષાનું તાત્પર્ય છે ‘તું મંદિર બનાવવા માટે ભૂમિ ખાદ’ અથવા ‘પાણી લાવ' વગેરે કહેવા દ્વારા દ્રવ્યસ્તવના અંગભૂત ભૂમિખનન વગેરે કર્તવ્યના સ્પષ્ટ આદેશ કરીને તેમાં સાક્ષાત્ પ્રવર્તાવનારી ભાષા.
[શ્રી ઉમાસ્વાતિ”નાવચનો કારક કે જ્ઞાપક ! ]
પૂર્વ પક્ષ-વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિના આ પ્રમાણે વચનેા ઉપલબ્ધ થાય છે કે પરમ ગુરુ શ્રી તીર્થં ́કર દેવની ભક્તિથી તેમના મંદિર સ્વરૂપ એક ઘાસની ઝુપડી પણ જે અનાવે, અને માત્ર એક પુષ્પ પણ ભક્તિથી ચઢાવે તેને બધાતા પુણ્યની સીમા જ ક્યાંથી હાય.’
જે આત્મા જિનમદિર, જિનપ્રતિમા, જિનપૂજા કે જિનાગમ રચાવે; મનુષ્ય ગતિ, દેવગતિ અને માક્ષગતિના સુખા તેના હાથવેતમાં રહેલા છે.’
આ વચનામાં તે સાક્ષાત પ્રવર્ત્ત કત્વ હોય તેમ જ દેખાય છે પણ ફળનું પ્રતિપાદન માત્ર હોય તેમ જણાતું નથી,
ઉત્તરપક્ષ-વાચકશ્રીના વચને એ ફળનું પ્રતિપાદન માત્ર કરવાના તાપવાળા જણાય છે નહિ કે સાક્ષાત્ પ્રવક. અને જેએ ફળની આકાંક્ષા રાખતા હાય તેઓ ઉપરોક્ત ફળ પ્રતિપાદક વચના સાંભળીને સ્વયં પ્રવૃત્ત થાય છે. શ્રોતાઓ ફળશ્રવણુ કરીને દ્રવ્યસ્તવમાં એટલે કે દ્રવ્યસ્તવ અંતર્ગત આરંભમાં પ્રવૃત્ત થાય' એવુ તાત્પર્ય પણ ઉપદેશકનુ' ન હેાવાથી ફ્ળ પ્રતિપાદન દ્વારા પણ તે પ્રવર્તક નથી, અને તેથી તે વચનેા કારક રૂપ નથી પરંતુ જ્ઞાપક છે. જો ઉપરાક્ત વચનાને સાક્ષાત્ પરપ્રવકતાના તાત્પ માં પણ નિર્દોષ માનવામાં આવે તે સાધુને તેમાં સાક્ષાત્ પ્રવૃત્તિ કરવામાં પણ કોઈ દોષ રહેશે નહિ. અર્થાત્ દ્રબ્યસ્તવ પણ સાધુઓને માટે કર્તવ્ય રૂપ બની જશે.
પ્રશ્ન-દ્રવ્યસ્તવ સાક્ષાત્ કર્તવ્યરૂપ અની જાય તો તેમાં ખાધક શું છે ?
[વજસ્વામીજીનું દૃષ્ટાન્ત અનુકરણીય નહીં] ઉત્તર-બાધક એ છે કે સાક્ષાત્ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં
સ્વામીનું દૃષ્ટાન્ત પકડવાની પ્રવૃત્તિ પણ પુષ્ટ અર્થાત્ ઉચિત થઈ જશે જ્યારે વંદનક નિયુક્તિમાં તે પ્રવૃત્તિને અપુષ્ટ કહેવામાં આવી છે અર્થાત્ તે પ્રવૃત્તિની ગર્હ કરવામાં આવી છે કારણ કે જેના શુભ પરિણામ ખડિત થયા છે તેવા શિથિલાચારીએ જ વસ્વામીના દૃષ્ટાન્તનું એઠું પકડનારા છે એમ નિયુક્તિકારે જણાવ્યુ` છે, તે આ પ્રમાણે—
રૌત્ય, કુલ, ગણુ, સંઘ અથવા બીજુ કાઈ પણ બહાનુ શેાધીને કે પછી આર્ય વસ્વામીનું દૃષ્ટાન્ત પકડીને (ભગ્નપરિણામી જીવા) અકૃત્યમાં (ઐત્યાદિ અંગેના સાવદ્ય કાર્યામાં) પ્રવ્રુત્ત થાય છે.’ (તે અસૂયાપૂર્વક કહે છે કે) ‘શું પૂર્વના સારના જ્ઞાતા શ્રી વા સ્વામી મહારાજે પુરિકા નગરીમાં ચૈત્ય પૂજા કરી ન હતી ?!” માટે તે સાધુઓને પણુ માક્ષનુ... અંગ જ છે.'