________________
ઉપદેશરહસ્ય ગાથા–૩૭.
(શિથિલાચારીઓએ પકડેલા આ બહાનાનું નિર્યુક્તિકારે ૧૧૮૧ વગેરે ગાથાઓમાં સુંદર નિરૂપણ કર્યું છે.)
[ યથાસુખ એટલે ઉચિત પ્રવૃત્તિમાં પૂર્ણ સમ્મતિ ] મૂળ શ્લોકના ઉત્તરાર્ધનો આશય એ છે કે –
દ્રવ્યસ્તવનું માત્ર અનુદન યુક્ત હોવાથી બીજી પણ એક વ્યવસ્થા સંગત થાય છે કે જ્યારે ભગવાનની વાણીથી પ્રતિબંધ પામેલો કેઈ પુણ્યશાળી ચારિત્ર સ્વીકારવા માટે ભગવાનની અનુમતિ માંગતે પ્રશ્ન કરે તે ત્યાં પ્રક્ષકારની ઈચ્છાને અનુકૂળ “યથાસુખમ” (જેમ તમને સુખ ઉપજે તેમ કરો) એવી ભાષામાં ઉત્તર આપે છે જે પ્રશ્નકારને ચારિત્ર ગ્રહણમાં પ્રવર્તવાની સાક્ષાત્ પ્રેરણું આપે છે. પરંતુ દેવેએ જ્યારે ભગવાન સમક્ષ સમવસરણમાં નાટક કરવાની આજ્ઞા માંગી ત્યારે ભગવાને “યથાસુખમ” એમ પણ ન કહ્યું અને નિષેધ પણ ન કર્યો, કિન્તુ મૌન રહ્યા. જો નિષેધ કરે તે ભક્તિ દ્વારા પુણ્યાનુબંધી પુણ્યના ઉપાર્જનમાં અંતરાય થાય. અને “યથાસુખમ' કહે તે દ્રવ્યસ્તવમાં સાક્ષાત્ પ્રવૃત્તિ થાય. આમ ભગવાનના મૌનમાં ગર્ભિત રીતે દ્રવ્યસ્તવનું અનુમંદન સમજીને દેવતાઓએ ભક્તિ નાટક કર્યા. “યથાસુખમ” એ ભાષા સહજપણે આપ્તપુરૂષને ઈષ્ટ એવા મેક્ષની સાધનતાને જણવનાર હોવાથી, “ભાવતું હતું અને વૈધે કહ્યું એ ન્યાયે પ્રાયઃ સાક્ષાત્ પ્રવૃત્તિમાં હેતુરૂપ બને છે. તાત્પર્ય એ છે કે જેમ રોગીને જે વસ્તુ ભાવે છે તે માટે વૈદ્યને પૂછતાં વૈદ્ય પણ તે ખાવાની સલાહ આપે છે એ રીતે તે વસ્તુને ખાવામાં વૈદ્યની સલાહ સાક્ષાત્ પ્રવર્તક બને છે, તે રીતે પ્રસ્તુતમાં પણ પ્રશ્નકારની ઈચ્છા ચારિત્ર લેવાની હેય અને ભગવાનને તે અંગે પ્રશ્ન કરે તે ભગવાન પણ તેની ઈચ્છાને અનુકૂળ “યથાસુખમ” એવા જવાબ આપે છે કે જેથી પ્રક્ષકારને સાક્ષાત દીક્ષા લેવાની પ્રેરણા મળે છે. ૩૬
[ દ્રવ્યસ્તવની અનુમોદના બીનજરૂરી હોવાની શંકાનું નિવારણ]. अथ हीनत्वादेव नानुमोद्यत्व द्रव्यस्तवस्य साधूनामित्याशङ्काशेष परिहरन्नाह
શંકા-ભાવસ્તવ અત્યંત ઊંચી કક્ષાને છે જ્યારે તેની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અત્યન્ત નિમ્ન કક્ષાનો છે. સાધુએ પતે ભાવસ્તવની ઉચ્ચકક્ષામાં આરૂઢ થયા હોવાથી દ્રવ્યસ્તવની અનુમોદના તેમના માટે બીનજરૂરી હોઈ અકર્તવ્ય છે.
આ શંકાનું નિવારણ કરતાં કહે છે કે – अह हीण दव्वत्थय अणुमण्णिज्जा ण संजओ त्ति मई । ता कस्सवि सुहजोगं तित्थयरो णाणुमण्णिज्जा ॥३७॥
શ્લેકાર્થ-જે તમારી બુદ્ધિ એમ કહેતી હોય કે ઉતરતી કક્ષાનો હોવાથી દ્રવ્યસ્તવ સાધુએ અનુમોદવાને ન હોય તે, તીર્થકર કેઈન પણ શુભગિની અનુમોદના જ કરશે નહિ. ૩૭
___ अथेत्युपन्यासे, यदि हीनं स्वयोगापेक्षया तुच्छं द्रव्यस्तवं नानुमन्येतेति मतिस्ते, तत्कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत, अधस्तनगुणस्थानवर्तिनां सर्वेषामपि शुभयोगस्य तीर्थकरापेक्षया हीनत्वात् । विरतिरूपत्वमेव तदनुमोद्यतायां प्रयोजकमिति तु यद्याद्रियते तदा द्रव्यस्तवस्याप्य