________________
65
ઉપદેશ-૯ દ્રવ્યસ્તવ આદરણીય છે.
સિદ્ધાન્તપક્ષી- ઉપરોક્ત વાત બરાબર નથી કારણ કે ઉપલક્ષણથી સર્વત્ર સમાન અર્થનું જ ગ્રહણ થઈ શકે, પરંતુ અસમાન અર્થનું ગ્રહણ થઇ શકે નહિ. જેમ કાગડો દહી’વિનાશક છે તેમ બીજા ખીલાડી વગેરે દહી વિનાશક હોવાથી ત્યાં અભિપ્રેત છે. તે જ રીતે નાગઢિ હેતુક અદડ મિથ્યાત્વવર્ધક છે તેમ જિન પ્રતિમાની ધૃજામાં થતી હિંસા મિથ્યાત્વવર્ધક નથી કતુ મિથ્યાત્વ ઉચ્છેદક છે.
સવિધિ જિનપૂજામાં થઇ જતી હિંસા અનુબંધથી સાવદ્ય ન હોવાના કારણે જ, કોઈક અન્ય શાસ્ત્રમાં ચૈત્ય વગેરે માટે થતી પ્રવૃત્તિ આસ્રવ રૂપ કહી છે તે સ્થળમાં પણ બુદ્ધિમાન પુરુષો ચૈત્ય વગેરે પદ્મથી મિથ્યાષ્ટિ દેવની પ્રતિમા' (મુખ્યત્વે બુદ્ધપ્રતિમા) એવા જ અર્થ ઘટાવે છે. ।।૩ગા