________________
يو
ઉપદેશ: ૮-દ્રવ્યસ્તવ આદરણીય છે.
દિવ્યસ્તવમાં શાસ્ત્રની પૂર્ણ સમ્મતિ છે.. તાત્પર્યા--જન પ્રવચનમાં કૂવાનું દષ્ટાન આપીને દેશચારિત્રી એવા શ્રાવકે ને આ દ્રવ્યસ્તવ ઈષ્ટ ફળને એટલે કે સર્વવિરતિ આદિ ફળને સંપાદક કહ્યો છે. અહીં ઉપલક્ષણથી અવિરત સમ્યમ્ દષ્ટિ પણ અધિકૃત છે તે સમજી લેવું.
આવશ્યક નિયુક્તિ શાસ્ત્રમાં ‘સિપવત્તા.” ગાથામાં આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે. ગાથાનો અર્થ આ પ્રમાણે છે
અકન એટલે કે અપૂર્ણ સંયમમાં પ્રવર્તનાર અર્થાત એનું પાલન કરનાર, તેઓને અકૃત્ન પ્રવર્તક કહેવાય. અકૃત્ન પ્રવર્તક હોવાથી જ જેઓ સ્થૂળ આદિ વિશેષણ વિશિષ્ટ પ્રાણાતિપાત આદિથી વિરત એટલે કે નિવૃત્ત છે પણ સૂકમ આદિ વિશેષણ વિશિષ્ટ પ્રાણાતિપાતથી જેઓ અવિરત છે અર્થાત્ નિવૃત્ત નથી તેથી તેઓ વિરતાવિરત કહેવાય. (નિર્યુક્તિ-ભાષ્ય ગાથામાં વહુ શબ્દ નુત્તો પદ પછી જડવો અને તેને અર્થ અવધારણું છે.) તેઓને આ દ્રવ્યસ્તવ સંગત–ઉચિત જ છે. કારણ કે તેનાથી સંસાર અલ્પ થાય છે. નિર્યુક્તિ ભાષ્ય ગાથામાં “સંસારતનું આ પદમાં પ્રતનું વિશેષણ પહેલા વાપરવાને બદલે પછી વાપર્યું છે પરંતુ તેમાં કઈ દોષ નથી કારણકે શિષ્ટગ્રંથમાં આવા ઘણાં પ્રયોગે જોવામાં આવે છે. દા.ત.-સિદ્ધસેનાચાર્ય, હરિભદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય. આમાં આચાર્ય પદ વિશેષણરૂપ હોવા છતાં પણ તેને પછી વાપર્યું છે. અથવા તેનું બીજું સમાધાન એ પણ છે કે “પ્રતનું શબ્દથી ભાવ અર્થમાં લાગતા ‘તા” પ્રત્યયને લેપ થયેલ છે એટલે સંસારની પ્રતનુતા (=અપતા) કરનાર છે એમ સમજવું. અહિં કઈ શંકા કરે કે– દ્રવ્યસ્તવ સપાપ હોવાથી સદોષ છે અને સદોષ હોવાથી આદરવા યોગ્ય નથી તો તેનાથી સંસારની અલ્પતા શી રીતે થાય ?— આ શંકાના ઉત્તરમાં, દ્રવ્યસ્તવમાં આદરણીયતા રૂપ સાધ્ય સિદ્ધ કરવા માટે કૂપ ખનનનું દષ્ટાંત છે. છાંતનું તાત્પર્ય એ છે કે જેમ કૂવાને ખોદવામાં પરિશ્રમ અને ભૂખતરસ વગેરે દોષનો સંભવ હોવા છતાં પણ ભાવિમાં સ્વાદિષ્ટ જળ પ્રાપ્ત થાય ત્યારે તે દે દૂર થઈ જાય છે, તદુપરાંત આરોગ્ય વગેરે બીજા પણ લાભે થતા દેખાય છે તેથી તેને લેકમાં અગ્ય ગણવામાં આવતું નથી, તેજ રીતે દ્રવ્યસ્તવમાં પણ પૃથ્વીકાયની હિંસા વગેરે દેષ દૂર થાય છે અને ઉપર ઉપરના ગુણસ્થાનકોની પ્રાપ્તિરૂપ બીજા અનેક લાભ પ્રાપ્ત થતા દેખાય છે અને તેથી તે આદરણીય છે.
મહાનિશીથ શ્રુતસ્કંધમાં પણ કહ્યું છે કે–
અપૂર્ણ સંયમનું પાલન કરનાર દેશવિરતિધરોને દ્રવ્યસ્તવ એગ્ય જ છે, પણ સંપૂર્ણ સંયમમાં પ્રવર્તનારા વિદ્વાનોને નહિ, કારણકે તેઓને પુષ્પાદિ (ને સ્પર્શવું પણ) કલ્પ નહિ.”
તથા દેશ ચારિત્ર કરતાં સર્વ ચારિત્ર ચઢીયાતી કક્ષાનું છે તે દર્શાવવા “ઝાકપિ.” ગાથામાં કહ્યું છે કે
સકળ પૃથ્વીમંડળને જિનાલયોથી સુશોભિત કરે કે દાનાદિ ચતુષ્કની આરાધના કરે તે પણ (દેશવિરતિધર) બારમા અય્યત દેવકથી ઉપર જતા નથી.”
तत्र द्रव्यस्तवाच्चारित्रमुत्कर्षयितुं प्रतिपादयता तस्यानन्तर्येणाच्युतप्राप्तिफलकत्वं दानादिचतुष्कसमकक्षत्वं तत्प्राणत्वं वा प्रतिपादितं भवतीति विमुच्याऽसद्ग्रहं रहसि पर्यालोचनीयम् ।