________________
ઉપદેશ–દ્રવ્યસ્તવ આદરણીય છે.
(૧) દુષ્ટ રાજા અથવા પ્રત્યેનીક એટલે કે શત્રુએ, ઉપકરણે લુંટી લેવા પ્રવૃત્ત થવાનો ભય ઉત્પન્ન થયે હોય.
(૨) વૃષ્ટિના અભાવે કે બીજા કેઈ કારણસર દુષ્કાળ પડવાથી ભિક્ષા દુર્લભ થઈ ગઈ હોય.
(૩) સૂત્રમાં “ a” ક્રિયાપદ પ્રેરકનું રૂપ ન હોવા છતાં પણ પ્રેરણું રૂ૫ અર્થ ગર્ભિત હોવાથી “પ્રવાત' એવું ક્રિયાપદ સમજવું, તેનો અર્થ એ છે કે “કંઈક શત્રુ નદીમાં તાણ જાય.”
(૪) ગંગા વગેરે કઈક નદી અતિવૃષ્ટિના કારણે ધસમસતા વેગથી ઊભરાઈ જાય અને ઉન્માર્ગગામી બનીને તેનું પુર નગરમાં પ્રવેશે ત્યારે પુરને પાર કરી સલામત સ્થળમાં પહોંચી જવું પડે.
(૫) સૂવમાં “અળારિણું' પદમાં સપ્તમી વિભક્તિ છે તેના અર્થનું ત્રીજી વિભક્તિના અર્થમાં પરાવર્તન કરવાથી પાંચમું કારણ–પ્રાણ કે ચારિત્રને વિનાશ કરનાર પ્લેચ્છ જાતિને દુષ્ટ અનાર્ય પુરુષ દ્વારા હેરાનગતિ થતી હોય. - આ પાંચ કારણો એ સાધુને નદી ઊતરવાની શાસ્ત્રીય છૂટ છે.
પૂર્વપક્ષી-ઉપરોક્ત સૂત્રમાં ધર્મ પ્રાપ્તિના ઉદ્દેશથી જગત જેની હિંસાનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, પરંતુ ભય વગેરેને દૂર કરવા માટે માત્ર નદી ઊતરવાનું વિધાન છે.
Tધર્મ પ્રાપ્તિને ઉદ્દેશ અબાધિત છે.] સિદ્ધાન્તી–પૂર્વપક્ષીનું કથન યુક્ત નથી, કારણકે પરિણામનો વિચાર કરીએ તે નદી ઉત્તરણ પરંપરાએ ચારિત્રરૂપ ધર્મની રક્ષા અને વૃદ્ધિ માટે જ છે, એને બદલે જે માત્ર શરીરનું રક્ષણ જ કરવા માટે નદી ઊતરવાની હોય તે સાધુતાને પણ હાનિ પહોંચે. કારણકે માત્ર શરીરના રક્ષણમાં મૂચ્છ સમાયેલી છે. એટલે નદી ઉતરવાની પ્રવૃત્તિ પરંપરાએ ધર્મ માટે છે એ સિદ્ધ થાય છે. વળી જ્ઞાનાદિ ધર્મની વૃદ્ધિ માટે વર્ષાકાળમાં એક ગામથી બીજે ગામ વિહાર કરવાની છૂટ શાસ્ત્રમાં પણ સાક્ષાત્ આપેલી છે, જેને ઉત્સર્ગ માગે તે પૂર્વે એકવાર નિષેધ કરાયેલ છે. દા.ત. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કેઆ નિર્ગથે કે નિર્ચથીઓને (વર્ષાકાળમાં) એક ગામથી બીજે ગામ વિચરવું ક૯પે નહિ. (અપવાદ) પાંચ કારણથી ક૯પે. તે આ પ્રમાણે-(૧) જ્ઞાન માટે (૨) દર્શન માટે (૩) ચારિત્ર માટે (૪) પિતાના આચાર્ય કે ઉપાધ્યાય સ્વર્ગવાસી બને અથવા પોતે આચાર્યને વિશ્વાસપાત્ર હોવાથી તેમનું કઈ અતિ જરૂરી કાર્ય કરવા માટે અને (૫) વર્ષાક્ષેત્રની બહાર રહેલા આચાર્ય કે ઉપાધ્યાયનું (વૈયાવચ્ચ) સેવાકૃત્ય બજાવવા માટે.
પૂર્વપક્ષ-ઉપરક્ત પ્રવૃત્તિ શાસ્ત્ર વિહિત હેવાથી તેને હિંસારૂપ કહી શકાય નહિ. કારણકે હિંસાનું લક્ષણ–પ્રમાદને આધીન થઈ પ્રાણુને વિઘાત કરે તે છે. જે શાસ્ત્રવિહિત પ્રમાદશૂન્ય પ્રવૃત્તિને પણ હિંસા કહેવામાં આવે તે અતિપ્રસંગ એ થશે કે જ્યાં આવશ્યક ક્રિયા દ્વારા પણ કયારેક પ્રાણઘાત થઇ જવાનો સંભવ છે ત્યાં પ્રમાદ તે છે જ નહિ, કારણ કે પ્રમાદ હોય તો કયાં તે અજ્ઞાન રૂપ હોય જ્યાં તે વિધિનું ઉલ્લંઘન કરાવનાર મનવચનકાયાના દુપ્પણિધાન (ચંચળતા) રૂપ હોય. પરંતુ પ્રસ્તુત જે આવશ્યક ક્રિયા છે એમાં બેમાંથી એકેય પ્રમાદનું દર્શન થતું નથી, તે શું એ પણ હિંસામાં ખતવી શકાશે ?
૧૦