________________
ઉપદેશ-૯ દ્રવ્યસ્તવ આદરણીય છે अपि पुनरेवमारम्भानुमतावभ्युपगम्यमानायाम् जिनवर-नेमिना केवलिमुख्येन नेमिनाथेन, सोमिलदाहस्य='निजपुत्रीपरित्यागानुसन्धानप्रज्वलितरोषामिना श्वसुरेण सोमिलेन कृतस्य भगवन्तं नेमिनाथमापृच्छय विपुल निर्जरालाभार्थितया स्मशाने कृतकायोत्सर्गस्य मेरोरिव निःप्रकम्पस्य गजसुकुमारस्य तीव्राङ्गारभतमृत्तिकापालिबन्धेन मस्तकदाहस्य' अनुमतिः कृता भवेत्, किम्भूतेन, गजसुकुमारस्मशानस्थानमनुमन्यमानेन, एतदीयं स्मशानस्थानमेव हि शिरोदहनानुकूलव्यापारः, तदभावे सोमिलव्यापारानुपपत्तेः, तथा च तदनुमोदने तदीयशिरोदहनानुकूलव्यापारस्याप्यनुमतिप्रसक्तिः, 'यदि चात्र निर्जरानुकूलव्यापारत्वेनैवानुमतिस्तदीयतद्व्यापारत्वादिना वा, न तु रूपान्तरण, दण्डादौ घटसाधनत्वादिना वा घटादिविषयकेच्छाजन्येच्छाविषयत्वेऽपि द्रव्यत्वादिना तदभाववदुपपत्तेरिति विभाव्यते, तदा प्रकृतेऽपि तुल्यम्, द्रव्यस्तवस्यापि जिनपूजात्वादिनैवानुमतेः ॥३१॥
[ગજસુકુમારને સ્મશાને કાઉસ્સગ્ગની અનુજ્ઞા ] તાત્પર્યાર્થ – આરંભવાનની અનુમતિમાં આરંભની પણ અનુમતિ સ્વીકારવામાં આવે તે શ્રીનેમિનાથ જિનેશ્વરને પણ શિર દાહમાં અનુમતિ દીધાને દેષ પૂર્વપક્ષીને મતે ઊભે થશે. તે આ પ્રમાણે-શ્રીકૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમારે નેમિનાથ ભગવાનની દેશના સાંભળીને પિતાની યુવાન પત્નીનો ત્યાગ કરી દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ વિપુલ કર્મનિરાના લાભ માટે સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવાને ભગવાન પાસે આજ્ઞા માંગી. મસ્તકેદાહને ઘેર ઉપસર્ગ થવાનું છે તેવું જાણનારા ભગવાને અનુજ્ઞા આપી પણ ખરી. ગજસુકુમારમુનિ સ્મશાનમાં જઈ કાયેત્સર્ગ મુદ્રામાં ધ્યાનમાં તલ્લીન બની ઊભા રહી ગયા. તેમના મિલ નામના સસરાને આ વાતની જાણ થતાં તે ગુસ્સે ભરાયા. પોતાની પુત્રી બીચારી રખડતી થઈ ગઈ એ એમના ગુસ્સાનું કારણ હતું. તેમને સ્મશાનમાં આવીને મેરુની જેમ નિશ્ચલ અડગ ઊભા રહેલા ગજસુકુમાર મુનિને માથે ભીની માટીની પાળ કરી તેમાં બળતા અંગારા ભર્યા. ગજસુકુમાર મુનિએ ઉપશાંત રહીને ઘેર વેદના સહન કરી, કેવળજ્ઞાન પામ્યા, જો ભગવાને અનુજ્ઞા ન આપી હોત તે સોમિલ સસરાને - આવી ઘોર પીડા ઉપજાવવાની તક મળી ન હોત. પરંતુ ભગવાને તેમ ન કરતાં સ્મશાનમાં જઈ ઊભા રહેવામાં ભાવિ કેવળજ્ઞાનના લાભને જોઈને અનુમતિ આપી. સમશાનમાં અવસ્થાન એ જ અત્રે મસ્તકદહનાનુકૂળ વ્યાપાર છે એટલે સ્મશાન જઈ ઊભા રહેવાની અનુમતિમાં મસ્તકદાહવ્યાપારમાં પણ ભગવાનની અનુમતિ થઈ જવાને દોષ પૂર્વપક્ષીના મતમાં લાગશે.
[નિર્જરાઅનુકૂળ વ્યાપારમાં અનુમતિની શંકાનો સમાન ઉત્તર]. પૂર્વપક્ષ - સ્મશાનમાં અવસ્થાન નિર્જરાનુકૂળ વ્યાપાર હોવાથી તે રૂપે જ તેમાં ભગવાનની અનુમતિ માનવામાં આવે, અથવા તે ગજસુકુમારના માત્ર સ્મશાનઅવસ્થાન અનુકૂળ વ્યાપારત્વને જ મુખ્ય કરીને અનુમતિ માનવામાં આવે તો ઉપરોક્ત દોષને અવકાશ નથી. કારણ કે, બીજા રૂપે એટલે કે “શિરેદહન અનુકૂળવ્યાપારd” રૂપે અનુમતિ માનવામાં જ તે દેષનો સંભવ છે. જેમ ઘટસાધનસ્વરૂપપુરસ્કારેણ જ દંડમાં ઘટાર્થીની ઈચ્છા હોય છે. તાત્પર્ય એ છે કે ઘટાથીને સાક્ષાત્ દંડની ઈચ્છા હોતી નથી કિંતુ ઘટની