________________
૬૮
ઉપદેશરહસ્ય ગાથા-૩૦
આ બાળક ચારિત્ર ધર્મને અન્યાગ્ય છે એ જાતની નિંદા કરે છે. જ્યારે તેઓ ભગવાનના ચરણકમળમાં ઉપસ્થિત થાય છે ત્યારે ચારિત્રની વિરાધના કરનાર તે બાળમુનિના સંબંધમાં ભગવાન વિરાને કહે છે કે આ બાળક ચરમશરીરી-તદ્દભવમુક્તિગામી છે માટે એની આશાતના નહીં કરતા; પણ કંટાળ્યા વિના વિધિપૂર્વક મહાનિધાનની જેમ પરિપાલન કરવાયાગ્ય છે.’ આ રીતે ભગવાને તે ખાળમુનિની પ્રશંસા કરી તેમાં પણ શકાકારના મતે ગર્ભિત રીતે વિરાધનાની અનુમતિના દોષ લાગવા જોઈએ, કારણકે જયારે તે બાળમુનિને સ્થવિરાએ તેમ કરતાં અટકાવ્યા ત્યારે તેને પોતાની ભૂલના પશ્ચાત્તાપના ભાવ ઉદ્ભબ્યા, એટલે સમવસરણમાં આ પશ્ચાત્તાપના ભાવને અનુલક્ષીને ભગવાને તેની જે પ્રશંસા કરી તેના વિષયભૂત તત્કાલીન પશ્ચાત્તાપના ભાવ પૂર્વોક્ત વિરાધનાને અવિનાભાવી હતા એટલે કે પ્રસ્તુત પશ્ચાત્તાપભાવના ઉદ્ભવમાં નિમિત્ત તા વિરાધના હતી. તેા શું ભગવાને તેની વિરાધનાની અનુમાદના કરી એમ કહેવુ વ્યાજબી છે ? !!
[ વ્યસ્તવાનુમાદનમાં હિંસાનુમેાદનની શંકા ]
પૂર્વ પક્ષી :-ઉપરાક્ત દૃષ્ટાંતમાં ભગવાને આરંભ દોષની પ્રશ'સા નહિ કરતાં માત્ર ઉપેક્ષા જ કરી છે, જ્યારે નિક્ટમાં સિદ્ધિગમનયાગ્યતાના પરિણામ વિશિષ્ટ બાળમુનિના જીવદ્રવ્યની જ અનુમેાદના કરી છે, એટલે વિરાધનાની અનુમદિના કરી એમ કહેવુ વ્યાજબી નથી.
સિધ્ધાન્ત પક્ષી :–પ્રસ્તુત દ્રવ્યસ્તવના વિષયમાં પણ એમ કહેવામાં આવે કે આર'ભની ઉપેક્ષા કરીને શુદ્ધ ભાવ વિશિષ્ટ દ્રવ્યસ્તવના સ્વરૂપનીજ સાધુએ અનુમેદના કરે છે, નહિ કે આરંભની. આમાં કયા દોષ છે એ સૂક્ષ્મષ્ટિથી વિચારા (અર્થાત્ કોઈ દોષ નથી.) ૫૩ના नन्वतिमुक्तकेऽनुमोद्योपेक्षयोः पारिणामिकभावारम्भयोर्भेदान्मा भूदेकानुमोदन इतरानुमोदनम्, प्रकृते तु द्रव्यस्तस्यैव स्नान पुष्पा चनकृष्णागरुधूपादिपूर्वापरक्रिया कदम्बकात्मकस्य जलादिजीवप्राणत्यागानुकूलव्यापारत्वादेकानुमोदन इतरानुमोदनमावश्यकमित्याशङ्क्य प्रसङ्गान्तरमाह -
પૂર્વ પક્ષી :-ભગવાનની અનુમાઇનાના વિષય આસન્નસિદ્ધિક પરિણામસ્વરૂપ પરિણામિક ભાવ છે. જ્યારે ઉપેક્ષાના વિષય આરભ એ વિરાધના સ્વરૂપ છે. આમ બે વચ્ચે તફાવત હાવાથી એકના અનુમાઇનમાં બીજાની અનુમાઇનાના પ્રસંગ અસંભવિત છે જયારે પ્રસ્તુતમાં સ્નાન, પુષ્પ પૂજા, કાળાગરૂ ધૂપ, વગેરે ક્રમિક ક્રિયાઆના સમૂહરૂપ દ્રવ્યસ્તવ પાણી (અસૂકાય) વગેરેના પ્રાણવિનાશમાં અનુકૂળ વ્યાપાર રૂપ છે. એટલે દ્રવ્યસ્તવની અનુમેદનામાં ગર્ભિત રીતે હિંસાની અનુમાદના ટાળી ટળે એમ નથી. પૂર્વ પક્ષીના ઉપરોક્ત વક્તવ્ય સમક્ષ ગ્રંથકાર ખીજું ઉદાહરણ દર્શાવે છે
सोमिलदाहा भई अवि जिणवरणेमिणा कया हो । गयसुकुमालमसाणट्ठाण अणुमण्णमाणेण ॥ ३१ ॥
શ્લેાકા :-ગજસુકુમાર મુનિને સ્મશાનમાં જઈને ઊભા રહેવાની અનુમતિ આપવા દ્વારા શ્રીનેમિનાથ જિનેશ્વર દેવની સામિલ સસરાએ કરેલ દાહમાં પણ અનુમતિ . થઇ જશે. ૫૩૧ાા