________________
[8]
મુખરિત કરી છે, સ્વજીવનમાં ઊતારીનેે ! તે કાળે વિદ્યમાન કેઈપણુ જૈનેતરશાસ્ત્રોમાંથી ભાગ્યે જ કાઈ અન્યનુ અર્ધ્યયન તેઓએ બાકી રાખ્યુ હશે. મુનિપણાની મર્યાદએને સાચવવા સાથે ઔચિત્યપૂર્વક છએ દર્શી ન શાસ્ત્રાનું તલસ્પર્શી ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરીને માત્ર એને પાપટપાઠ કર્યા ન હતા પરંતુ જૈનદર્શનના અને અન્ય દર્શનાના પદાર્થને તીક્ષ્ણબુદ્ધિના ત્રાજવે તાલીને દરેકની બરાબર ચકાસણી કરી સત્યાસત્યની સાચી પરખ કરીને તે વર્તમાનકાલમાં ચાલી પડેલી હાસ્યાસ્પદ તુલના (કે જેમાં માત્ર સત્યાસત્યની પરખ કરવાને બદલે એમાં કેટલું સામ્ય છે તે જ તાલી લેવાય છે અને સત્યાંશ પ્રત્યે ઉપેક્ષા દાખવવામાં આવે Û એવી તુલના) કરનાર પ`ડીતાભિમાનીઓને સાચી દિશા ચૌધી ગયા છે. ખેડની વાત છે કે મેટા ભાગના આજના પડતા આવા ઉત્તમ તુલનામાને છેાડીને કાઈક વિચિત્ર તુલનાની ખાઈમાં ઊતરી પડથા છે, જેને તુલના નહીં કહેતાં માત્ર સામ્ય-અન્વેષણ કહેવું વધુ ઉચિત લેખાય.
ઉપાધ્યાયજીની બહુમુખી પ્રતિભાએ સાહિત્યને ભાગ્યે જ કાર્ય વિષય અણુખે રાખ્યા હાય તેમ લાગે છે. જો કે તેમના બધા ગ્રન્થા આજે ઉપલબ્ધ નથી. તેઓશ્રીએ જે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે એમાંથી ઘણાં જ ચેડા ગ્રન્થા ઉપલબ્ધ થાય છે પરંતુ એટલાનેા ય આજે અભ્યાસ કરનાર ઘણાં જ આછા છે. આગમ ન્યાય–પ્રકરણ-યોગ–અધ્યાત્મવાદ-કથા-કાવ્ય વગેરે અનેક સાહિત્યની શાખાઓમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. વળી ગુજરાતી ભાષામાં પણ સ્તવન-સજઝાય-રાસ-ટખા વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચના કરીને તેઓએ ગુર્જર ભાષાની શ્રીમાં પણ નોંધપાત્ર ઊમેરા કર્યા છે.
તેઓશ્રીને જયારે મહાયોગી આનંદધન મહારાજના ભેટા થયા ત્યારે ધરતી બે મહાન સીતારાઓનું મધુર મિલન અનુભવી ધન્ય બની હતી. મહાયોગીના ભેટા થતાં બીજા સંતપુરુષના હૃદયમાં કેવી હની ઊર્મિઓ જાગે છે તેનું શ્રી ઉપાધ્યાયજીએ ‘આનધન અષ્ટપદી'માં જે યંગમ વર્ણન કર્યું છે તેનાથી તેઓના હાર્દિક ગુણાનુરાગ સ્હેજે વ્યક્ત થઈ જાય છે,
ઉપાધ્યાયજી મહારાજે ક્દર પ્રતિષક્ષી દિગંબરાના અને બીજા પણ વૈદિકાના ગ્રન્થા ઉપર વિવરણા લખીને તેમના ઉાર તેમજ સારગ્રાહી વ્યક્તિત્વના પરિચય આપ્યા છે. સાથે સાથે તે તે ગ્રન્થાના અસંગત અંશા ઉપર જે માર્મિક સમીક્ષા મૂકી છે તેનાથી તેમની ન્યાયપ્રિયતા પશુ ઝળકી ઊઠી છે, ભાષા ઉપર તા શ્રીમદ્ના કાબુ દાદ માગી લે એવા છે. વિશાળ સાહિત્ય ભંડારમાં એક પણ ક્રિયાપદ કે નામના રૂપનો અનુચિત, અસંગત કે વિપરીત પ્રયાગ જોવા મળે નહીં. લખવા બેઠા પછી તે લેખનના વિષયમાં એટલા તેા તલ્લીન થઈ જતાં હશે કે ખાવા-પીવાનુ` કે આજુબાજુની દુનીયાનું તે ભાન જ ભૂલી જ્યાં હશે. છતાં પણ તેમના ફળદ્રુપ ભેજામાં વિજળીના વેગે જે અદ્ભુત કલ્પનાના તરંગા આવીને પસાર થઇ ગયા હશે તે બધા પોતે ગ્રન્થારૂઢ નહીં કરી શકા હાય. કારણકે ભેજુ ચાલે વિજળીની ઝડપે અને હાથ ચાલે ધાડાની ઝડપે, કઈ રીતે મેળ મળે !
‘રહસ્ય' પાંકિત ૧૦૮ ગ્રન્થાનું નિર્માણ કરવાના આ મહાપુરુષે દઢસંકલ્પ વ્યક્ત કર્યો છે. સ્યાદ્વાદ રહસ્ય, ભાષા-રહસ્ય વગેરે તાં આ ઉપદેશહસ્ય ગ્રન્થ જોતાં અને ખીજા પશુ વાઇરહસ્ય વગેરે નામેાલ્લેખ જોતાં તેઓશ્રીના એ દૃઢ સંકલ્પ નિષ્ફળ ગયા હૈાય એમ માનવા મન તૈયાર નથી.
તેઓશ્રીના સમગ્ર સાહિત્યનું આલેાકન કરવા નથી તેા આજે એટલી શક્તિ કે નથી એટલી સ્ફૂર્તિ, ઉપલબ્ધ તમામ ગ્રન્થાના અતિક્ષિપ્ત પરિચય આ જ ગ્રન્થમાં અન્યત્ર મુદ્રિત કર્યો હાવાથી જ્ઞાનપિપાસુઓ તેની કાંઈક ઝાંખી કરી શકશે ! ઉપદેશ રહસ્ય ગ્રન્થના વિષયમાં ચેડે વિસ્તાર અસ્થાને નહીં લેખાય.