________________
ઉપદેશરહસ્યને ઉપદેશસાર
ઉપદેશરહસ્યગ્રન્થમાં લગભગ ઘણો ખરે વિથ ઉપદેશપદમાંથી સારરૂપે શ્રી ઉપાધ્યાયજી મહારાજે વિશિષ્ટ અલંકારથી શણગારીને ઉદ્દત કર્યો છે.
મનુષ્યપણાની દુર્લભતા વગેરેનું સૂચન કરી ઉપાધ્યાયજી મહારાજે સૌ પ્રથમ મહત્વને એક મુદ્દો એ ઉપાડે છે કે પરમ ધર્મ શું ? અહિંસા કે જિનાજ્ઞાનું પાલન ? સામાન્ય ધાર્મિકવૃત્તિવાળા લેકે અહિંસાને જ પરમ ધર્મ સમજતા હોય છે. પરંતુ ખેદની વાત એ છે કે તેઓ અહિંસા અને હિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજતા હતા નથી અને તેથી ક્યારેક અહિંસાને હિંસામાં ખતવતા હોય છે તે
ક્યારેક હિંસાને અહિંસા સમજી બેસે છે. બુદ્ધિજીવીમાં અગ્રેસર ગણાતા માંધાતાઓ પણ અહીં ઘણીવાર ગોથું ખાઈ જતાં હોય છે. જૈનશાસનની અહિંસામાં મૂઢતાને સ્થાન નથી. દર્દીને બચાવવા માટે ચિકિત્સક પિતાના અભ્યાસ અને અનુભવ અનુસાર નાછૂટકે કદાચ ઝેરી ઇંજેકશન આપે તે દેઈ તેને હિંસક ગણુતું નથી, ત્યારે બીજાને મારી માંખવાના આશયથી ઝેરનું પડીકું આપવામાં ગફલત થઈ જતાં કોઈ સાકરનું પડિકું આપી દે તે પણ તે હિંસક જ છે-આ તે સુવિદિત છે. એટલે કે ઈપણ પ્રક્રિયામાં લેહી રેડાયું ન રેડાયું એટલા બાહ્ય દેખાવ ઉપરથી હિંસા-અહિંસાની હેરછાપ મારી દેવાય નહીં. કુમારપાળ વસ્તુપાળ-તેજપાળ વગેરેએ ખૂનખાર યુદ્ધો ખેલયા હોવા છતાં તેઓ અહિંસાના પૂજારી ગણાયા છે. શૌર્યને દેશવટ દઈ નમાલા બની રાજયની માંગણી કરીને અહિંસાના નામે એ રીતે રાજય મેળવવામાં આવે કે જેના દુષ્પરિણામે દેશભરમાં હિંસક રમખાણો ફાટી નિકળે અને હજારોનું લેહી રેડાય તથા ઉત્તરોત્તર તેની પરંપરા પણ ચાલુ રહે એવા નમાલા માંગણવેડાથી રાજ્યને ટૂકડે અહિંસાના નામે મેળવનારને મૂઢ કે ભલે અહિંસાના અભિનવ પ્રગરૂપે નવાજે પરંતુ જૈનશાસને તેને કયારેય અહિંસારૂપે બિરદાવી નથી, બિરદાવી શકાય પણ નહીં. ત્યારે ખરેખર અહિંસા શું ચીજ છે એ સમજાવવા માટે ઉપાધ્યાયજીએ જિનાજ્ઞા ઉપર ભાર મુકયે છે. જિનાજ્ઞા યથાર્થ રીતે સમજયા વિના અહિંસાની યથાર્થતાને બંધ અશક્ય હોવાથી ઉપાધ્યાયજી મહારાજે શ્રી જિનાજ્ઞાનું યથાર્થ બોધ અને પાલન એજ પરમધર્મ જણાવ્યું છે. માટે જ અહિંસાના પાલન કરતાં પણ જૈનશાસનમાં આગમશાસ્ત્ર વિહિત માર્ગના આચરણને વધુ મહત્વનું ગણવામાં આવ્યું છે. શુદ્ધ અહિંસાનું પાલન પરિણામશુદ્ધિ પર અવલંબે છે અને શાસ્ત્રોક્તમાર્ગના બહુમાન વિના પરિણામની શુદ્ધતાનું સંપાદન શક્ય નથી. વળી જૈનશાસનમાં એકલી ખોખરી પરિણામ શુદ્ધિનું પણ મહત્ત્વ આંકવામાં આવ્યું નથી કારણકે તે કયારેક ઉન્માર્ગે દોરી જાય છે. દા.ત. “તમે તમારા પરિણામ શુદ્ધ રાખે પછી આખું ગામ બાળી મૂકે તે પણ તમે નિર્દોષ છે, હિંસક નથી આવી માન્યતા અહિંસા નહીં પણ ઉન્મત્ત અહિંસા છે. શાસ્ત્રાભ્યાસાદિ શુદ્ધ પરિણામને બહિરંગ હેતુઓ છે અને મિથ્યાત્વાદિ મોહનીયકર્મને ક્ષયે પશમ અંતરંગ અને મુખ્ય હેતુ છે. એટલે તીક્ષણપ્રજ્ઞાના અભાવે બહિરંગ શાસ્ત્રાભ્યાસાદિ ન હોવા છતાં મિથ્યાત્વાદિને ક્ષયે પશમ હેવાના કારણે ભાષતુષ આદિ મુનિઓમાં ચારિત્રને સદ્ભાવ માન્ય રખાય છે. (જુઓ પૃ. ૧૨–૧૩)
[ભાવગભિત ક્રિયા માટે જ્ઞાનસંપાદનની જરૂર] તથા પ્રતિતä Hશામાવો યથા સાથે ઘરમા આ વાચકવર્યના વચનાનુસાર જૈનશાસનમાં તમામ પ્રવૃત્તિનું મુખ્ય ધ્યેય ફ–કલેશના અભાવનું સંપાદન છે. ભાવશૂન્ય કેવળ બાહ્ય ક્રિયાઓથી કર્મક્ષય આત્યન્તિક થતું નથી. ભાવલિંત ક્રિયાઓ માટે શાસ્ત્રીય જ્ઞાનરસંપાદનની જરૂર છે. ગુરુપરતંત્રતા