________________
૬૦
ઉપદેશરહસ્ય ગાથા ૨૭
સાધુએ વિહાર અને પ્રતિમા-(વિશેષ પ્રકારના કાયાત્સગ) વગેરેમાં સસ્તારક પરાવર્તન રૂપ વિચિત્ર અભિગ્રહનુ પાલન કરે છે.’ જો હકીકત આ રીતે છે તે પછી અપુનર્ખ 'ધક આદિને વિશેષ પ્રકારની દ્રવ્યાના હૈાય છે એમ કહેવાના શે। અર્થ ? કારણકે દ્રબ્યાજ્ઞા સામાન્ય હાય કે વિશેષ હોય, વિશેષ પ્રકારનુ ફળ વિશેષપ્રકારના ભાવથીજ પ્રાપ્ત થવામાં કોઇ વિરોધ નથી.”—ઉપરાક્ત સમસ્ત શ’કાનુ સમાધાન આ પ્રમાણે છે—
वि हु आयसभावे भावे परिणामिकारणं भावो । बहावसुद्धा तहवि णिमित्तं खु दव्वाणा ||२७||
શ્લેાકા :—યદ્યપિ આત્મસ્વભાવ સ્વરૂપ ભાવજ ભાવનું પિરણામી કારણ છે તેા પણ ખીજાધાન વિશુદ્ધ દ્રવ્યાના ભાવમાં નિમિત્ત રૂપ છે. ારા
यद्यपि, आत्मस्वभावे=द्रव्यार्थतया तादात्म्यवृत्तिमजहति भावे परिणामिकारणं भाव एव घटं प्रति मृत्पिण्डस्येव कार्यरूपतया परिणमतः कारणस्य परिणामिकारणत्वात् न तु द्रव्याज्ञा, कायपुद्गलादिपरिणामरूपायास्तस्या भावपरिणत्ययोगात्, औदयिकी हि सा क्षायोपशमि इत्यनयोः परिणामिपरिणामकभावो दूरोत्सारित एव । तथापि 'खु' इति निश्चये, बीजाधानविशुद्धा द्रव्याज्ञा निमित्तं = निमित्तकारणम् । इत्थमपि ह्यस्या उत्कर्ष उपपद्यत एव निश्चयतो बीजाधानेनान्ततो व्यक्तिविशेषरूपरयैवातिशयस्य जननात्, उत्कृष्टफला ऽजनकरूपपरित्यागं विनोत्कृष्टफलजनकत्वानुपपत्तेः, उत्कर्षाक्षेपकत्वाच्च । अत एव घटादिविशेषे दण्डादिविशेषोऽपप्यत एव कुर्वद्रूपत्वेन हेतुत्वात् । अस्तु वा बीजाधानमेव द्रव्याज्ञायां विशेषः, बीजाधानविशिष्ट क्रियात्वेनैव शुद्धभावहेतुत्वात्तद्विशेषस्य च भावविशेषादेवोपपत्तेः क्रियायामपि तत्सम्बन्धादेव विशिष्टत्वव्यवहारोपपत्तेरित्यन्यत्र विस्तरः ||२७|| [દ્રબ્યાજ્ઞા પ્રમળ નિમિત્તકારણ છે.]
તાત્પર્યા :–દ્રબ્યાર્થિક નયની દૃષ્ટિએ આત્મા અને ભાવ વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, એટલે આત્મસ્વભાવથી ભિન્નતા ન ધરાવનાર જે ભાવ છે તેનું પરિણામી કારણ ભાવ જ હાઈ શકે. દા. ત. ઘટનું પરિણામી કારણ માટીના પિંડ જ છે. જે કારણ ઉત્તર કાળમાં કાર્ય સ્વરૂપે પરિણમે તે જ પરિણામી કારણ કહેવાય છે. દ્રવ્યાન્ના ભાવ રૂપે પરિણમવાને લાયક જ નથી, કારણકે દ્રવ્યાજ્ઞા એટલે બાહ્ય અનુષ્ઠાન અને તે શારીરિક પુદ્ગલાના પરિણામસ્વરૂપ છે. ચેતનના ભાવરૂપ=પર્યાયરૂપ નથી. કાયાકાર પુદ્ગલ પરિણામ (=દ્રબ્યાજ્ઞા) કર્મના ઉદયથી નિષ્પન્ન થતા હોવાથી ઔયિકભાવરૂપ છે. જ્યારે માક્ષપ્રાપક શુભભાવ ક્ષાાપમિક (અથવા ક્ષાયિક) ભાવ સ્વરૂપ છે એટલે તે બે વચ્ચે પરિણામી—પરિણામ ભાવ અર્થાત્ દ્રવ્યાના પરિણામી અને ભાવાના તેના પરિણામ આ જાતના સંબંધની સભાવના નથી. * સંથારા પરાવર્તનના આશય એ છે કે સાધુને એક સ્થાને વર્ષાકાળ સિવાય એક માસથી અધિક રહેવાનું હાતું નથી, પરંતુ કાળદોષથી અથવા ક્ષેત્રદોષથી જ્ઞાનાવૃિદ્ધિ થવાની શકયતા ખીજી રીતે ન હૈાય ત્યારે વ પન્ત એક જ ગામમાં રહેવુ' પડે તેા તે ગામના નવ વિભાગ પાડીને એક એક વિભાગમાં એક એક માસ પૂરી કરી ખીજા વિભાગમાં જાય અર્થાત્ આવાસનું પરાવર્ત્તન કરે. કદાચ એવી શકયતા ન હોય તેા છેવટે એક જ આવાસમાં નવ વિભાગ પાડીને પેાતાની બેઠકનું વારાફરતી પરાવન કરે. તેને શાસ્ત્રમાં સસ્તારક પરાવર્તન કહેવામાં આવે છે. આ રીતે પણ માસકલ્પની આરાધના અપૂર્ણ રહી જતી નથી.
.