________________
२५०
हीरसौभाग्यम् [सर्ग ११ श्लो० १५७-१५८
वक्तमाक्यमित्यर्थः । पुनः स्फीत पदे पदे क्षणे क्षणे च वर्धमानमेव न तु हीयमानं महोत्सवमतिमहं वितन्वति विस्तारयति कुर्वति सति । ,
શ્લેકાર્થ ત્યારપછી, નગરવાસીઓએ પગલે પગલે વાણીથી વર્ણન ન કરી શકાય તેવો મહોત્સવ કરે છતે ભવ્યજીને ચિત્તમાં જાણે પ્રવેશ કર્યો હોય તેમ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને, જેમ બ્રહ્મા વિકસિત કમલમાં રહે તેમ સૂરીશ્વરે સુખપૂર્વક કેટલેક સમય અમદાવાદમાં વ્યતીત કર્યો. જે ૧૫૭ છે
यं प्रासूत शिवाहसाधुमधवा सौभाग्यदेवी पुनः
___पुत्रं कोविदसिंहसीहविमलान्तेवासिनामग्रिमम् । तबाह्मीक्रमसेविदेवविमलव्यावर्णिते हीरयु
क्सौभाग्याभिधहीरसूरिरचिते सर्गोऽयमेकादशः ॥ १५८ ॥ पण्डितदेवविमलगणिविरचिते हीरसौभाग्यनाम्नि महाकाव्ये एकादशानां संख्यापूरणः एकादशः सर्गः संजाप्त इति ॥
इति पण्डितसीहविमलगणिशिष्यपण्डितदेवविमलगणिविरचितायां स्वोपज्ञहीरसौभाग्याभिधमहाकाव्यवृत्तौ अकब्बरसाहिपुरस्तादाकारितदूतद्वन्द्वागमनविज्ञपनतत्प्रेषणाकमिपुरपतिपार्श्वगमनश्राद्धाकारणसाहिप्रवृत्तिकथनमृरिपार्श्वप्रस्थापनतदागमनतद्वाचिककथनस्फुरन्मानार्पणमूरिप्रस्थानशकुनभवनराजनगरागमनखानसंमुखागमनस्वसदनालयनगजाश्वादिढौकनतन्निषेधनखानचमत्कृतिकरणवसत्यागमनादिवर्णनो नाम एकादशः सर्गः ॥
લેકાથ
વણિકકુલમાં ઈન્દ્રસમાન શિવનામના શ્રેષ્ઠિના અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર દેવવિમલગણી, કે જેઓ નિરંતર સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં તત્પર હતા અને સાધુઓમાં સિંહ સમાન સિંહવિમલગણીના પ્રથમ શિષ્યરૂપે પ્રસિદ્ધ હતા, તે દેવવિમલ ગણવડે, જેમાં જગદગુરૂ શ્રીહીરવિજયસૂરિનું સવિસ્તર જીવનવૃત્તાંત આવે છે એવા
હીરસૌભાગ્ય” નામના મહાકાવ્યની પરીટીકા સહિત રચના કરાઈ. તે મહાકાવ્યને અકબરબાદશાહવડે દૂતો દ્વારા આચાર્યદેવને આમંત્રણ માટેની વિજ્ઞપ્તિથી પ્રારંભીને અમદાવાદના રાજા સાહિબખાનવડે કરાયેલા સન્માન સત્કાર આદિના વૃતાંત સહિતને, અગીયારમે સર્ગ સમાપ્ત થશે. તે ૧૫૮ |