SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળુદેવ અને ... હેતું લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઇ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવત્ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થસ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તોપણ, કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. (પૃ. ૪૫૯-૬૦). D અમારાથી હાલ કંઈ વિશેષ લખવાનું થતું નથી, આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દૃષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી, એટલું જ નહીં પણ ચાર લીટી જેટલું લખવું હોય તોપણ કઠણ પડે છે; કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. (પૃ. ૪૭૧) D પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે; અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અને કોઇક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી, તેથી ડરીને વર્તવું યોગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે. (પૃ. ૫૦૭) . પરમાર્થમૌન | પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જયાં સુધી અસંગ થઇશું નહીં અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દીન માત્ર છીએ. (પૃ. ૨૬૫) 'T ઘણું કરીને પરમાર્થ મૌન એમ વર્તવાનું કર્મ હાલ ઉદયમાં વર્તે છે અને તેને લીધે તેમ જ વર્તવામાં કાળ વ્યતીત થાય છે. અને તે જ કારણથી આપના પ્રશ્નોને ઉપર ટૂંકામાં ઉત્તરયુક્ત કર્યા છે. (પૃ. ૩૦ ૨) T સમાગમમાં આપને (શ્રી સૌભાગ્યભાઇને) બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણો હોય તેથી કોઇ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે; અર્થાત્ મન મળતું નથી. ‘પરમાર્થ મૌન' એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ. અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે. ક્વચિત સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમ જ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા પ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી “સતુ”નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy