________________
પરમકૃપાળુદેવ અને ..
७४८ E પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો
ક્રમ વિસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. (પૃ. ૨૫૦) પત્રનો સવિગત ઉત્તર લખવા ઇચ્છા થાય છે; તો તે ઇચ્છા પણ ઘણું કરીને ક્વચિત્ જ પાર પડે છે. એનાં બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે; અને બીજું કારણ ઉપાધિયોગ. પાધિયોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે. જે દશા બહુ નિઃસ્પૃહ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી; અને તેમાં પણ પરમાર્થ વિષે લખતાં કેવળ શૂન્યતા જેવું થયા કરે છે; એ વિષયમાં લેખનશક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે; વાણી પ્રસંગોપાત્ત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે, અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઇશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી, તેવી હવે લાગતી નથી; લેખનશક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઊગેલી વાત ઘણા નયયુક્ત હોય છે, અને તે લેખમાં આવી શકતી
નથી; જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે. (પૃ. ૨૭૫-૬) T સદુપદેશાત્મક સહજ વચનો લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણાને પામે છે, કેમ કે તે
વચનોની સાથે સમસ્ત પરમાર્થમાર્ગની સંધિ મળેલી હોય છે, તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતાં પણ ક્ષયોપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈક બાહ્યાકાર ઉપયોગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રોની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી. (પૃ. ૨૭૮) [ અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી; તેમ જ પૂરા ખુલાસાથી પણ લખતા નથી, તે જોકે યોગ્ય તો નથી; પણ હરિની એમ ઇચ્છા છે, જેથી તેમ કરીએ છીએ. હવે
જ્યારે સમાગમ થશે. ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. (પૃ. ૨૯૧) પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાભ્ય શું? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી? એ આદિ વિક્ષેપથી ચિત્તની
. અપ્રવૃત્તિ થાય છે અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ,
શ્રેયભૂત લાગે છે. (પૃ. ૪૫૫) D ત્રણ વર્ષની લગભગથી (આ પત્ર અઠ્ઠાવીસમા વર્ષે લખાયો છે.) એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સબંધી
કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે; અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગવત હોય ત્યારે જો પરમાર્થ સંબધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવતું હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતર્વત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઇ જવાનો હેતુ શો છે ? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઇ પણ જોઇએ. જો પરમાર્થ સંશયનો