SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળદેવ અને ... ૭૫૦ પણ ઘણી વ્યાવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે અને તે પર મને કંટાળો છે. (પૃ. ૩૦૮). પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઇ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દ્રઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્રય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે. (પૃ. ૪૫૬) ... પરાનુગ્રહ | પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? તે વિષે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષબળ છે? શું લખવું ? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો. (પૃ. ૮૨૩) » પરાભક્તિ I આજના પ્રભાતથી (આ પત્ર ચોવીશમા વર્ષે લખાયો છે.) નિરંજનદેવની કોઇ અદૂભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઇ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ(કૃષણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્યરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઇ બીજા કોઇ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઇ માધવ લ્યો, હાંરે કોઇ માધવ લ્યો'' એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઇ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઇએ; મટકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ. ગ્રાહક દેખી આપી દઇએ છીએ, કોઇ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઇ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ભગવાને જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થળ કરીને વ્યાસજીએ અદ્દભુત ભક્તિને ગાઇ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; અાજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઇ ગયા વિના રહેશે નહીં, અને . વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઇ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy