________________
પરમકૃપાળુદેવ અને..
૭૩૩ સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે. (પૃ. ૨૯૧) 11 ઈશ્વરઇચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઇશું, પણ મન મેળાપી સત્સંગ વિના
કાળક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે. પણ તે હરિની ઈચ્છા આગળ દીન છીએ. (પૃ. ૨૯૯) પરમાર્થ વિષયે મનુષ્યોનો પત્રવ્યવહાર વધારે ચાલે છે; અને અમને તે અનુકૂળ આવતો નથી. જેથી ઘણા ઉત્તર તો લખવામાં ન આવતા નથી; એવી હરિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે.
(પૃ. ૩૦૪). D એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શકિત પણ ઉપશમ થાય ત્યારે જે
ઇશ્વરેચ્છા હશે તે થશે. (પૃ. ૩૫૩) [... ઉદય
અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી. તે ઉદયમાં કવચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, કવચિત્ પરમાર્થભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે. કવચિત પરમાર્થભાષા સમજાવવા૩૫ જોગ આવે છે. વિશેષપણે વૈશ્વદશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટયું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે. પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવરૂપ છે. (પૃ. ૩૪૨). અમે પોતે કોઇને આદેશવાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તોપણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંગમાં આવેલા કોઇ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વ, કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ
છીએ કે હજુ તેવો ઉદય નથી. (પૃ. ૩૮૨) D દ્રઢ વિશ્વાસથી માનજો કે આ - ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક
મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત
તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. (પૃ. ૨૫૧) |.ઉદાસીન D ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત મનોયોગને લીધે ઇચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને
તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તોપણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભકિતધામ છે. (પૃ. ૨૭૦).