________________
| પરમકૃપાળુદેવ અને...
૭૩૨ તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. (પૃ. ૨૨૨).
તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઇચ્છા છે. (પૃ. ૨૫૨) D ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી
સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્રળ છે. (પૃ. ૨૫૩) અંતરની પરમાર્થવૃત્તિઓ થોડા કાળ સુધી પ્રગટ કરવા ઇચ્છા થતી નથી. ધર્મને ઇચ્છવાવાળા પ્રાણીઓનાં પત્ર પ્રશ્નાદિક તો અત્યારે બંધનરૂપ માન્યાં છે. કારણ કે ઇચ્છાઓ હમણાં પ્રગટ કરવા ઇચ્છા નથી, તેના અંશો (નહીં ચાલતાં) તે કારણથી પ્રગટ કરવા પડે છે. (પૃ. ૨૫૩) I હમણાં તો હું કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને યોગ્ય નથી, અથવા તેમ કરવા મારી ઇચ્છા રહેતી નથી.
ઇચ્છા રહેતી નથી એનું કારણ ઉદયમાં વર્તતાં કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ તમે (શ્રી અંબાલાલભાઈ) ઇત્યાદિ છો, એમ કલ્પના છે. અને હું પણ ઇચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે
ધર્મ પામેલાથી ધર્મ પામો; તથાપિ વર્તમાન વર્તુ છું તે કાળ એવો નથી. (પૃ. ૨૫૩-૪). D મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને
જાણીએ છીએ. તથાપિ હાલ તો ઉદયાધીન જોગ વર્તે છે. (પૃ. ૩૬૧). T સર્વને વિષે સમભાવની ઇચ્છા રહે છે. (પૃ. ૪૬૮) . ઈશ્વરેચ્છા-હરિઇચ્છા 1 જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા
કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું? આપ તો કરુણામય છો. તથાપિ અમારી કરુણા વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી? (પૃ. ૨૭૮) : જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જયાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ........ આવશે, એવો ભવિષ્યકાળ ઇશ્વરેચ્છાને લીધે લખ્યો છે. અમે અમારો અંતરંગ વિચાર લખી શકવાને અતિશય અશકત થઈ ગયા છીએ; જેથી સમાગમને ઇચ્છીએ છીએ, પણ ઇશ્વરેચ્છા હજુ તેમ કરવામાં અસમ્મત લાગે છે; જેથી વિયોગે જ વર્તીએ છીએ. (પૃ. ૨૮૫). હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ
છીએ. (પૃ. ૨૮૫) D પ્રભુની પરમ કૃપા છે. અમને કોઇથી ભિન્ન ભાવ રહ્યો નથી; કોઈ વિષે દોષબુદ્ધિ આવતી નથી; મુનિ
(દીપચંદજી) વિષે અમને કોઈ હલકો વિચાર નથી; પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડયા છે. એકલું બીજજ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મુમુક્ષુઓની દશા નથી. સિદ્ધાંતજ્ઞાન સાથે જોઇએ, એ “સિદ્ધાંતજ્ઞાન' અમારા દયને વિષે આવરિતરૂપે પડયું છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે,