________________
પરમકૃપાળુદેવ અને ...
૭૩૧
પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ—અપ્રાપ્તિ વિષે હોય એમ અમને લાગતું નથી. ‘આત્માપણું’ એ ધ્વનિ સિવાય બીજો કોઇ ધ્વનિ કોઇ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. (પૃ. ૩૬૫)
આત્મિકબંધન
કોઇ પણ જાતના અમારા આત્મિક બંધનને લઇને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઇ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઇ પ્રસંગ છે તે તેની અંદર સમાઇ જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઇ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે ?
...
દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનનો તો કંઇ ભેદ છે, તે નિવૃત્ત થઇ ગયો છે. (પૃ. ૩૫૬)
આભેચ્છા
આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન ક૨વો. (પૃ. ૨૨૪)
આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઇચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદનવાક્ય લખ્યું છે. કોઇ પણ પ્રકારે વિદેહીદશા વગરનું, યથાયોગ્ય જીવન્મુક્તદશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથદશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે. (પૃ. ૨૨૫)
• આયુષ્ય
. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. (પૃ. ૪૬૨)
આશાતના
આપના (શ્રી સૌભાગ્યભાઇના) ચિત્તમાં (વવાણિયા) જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઇ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. (પૃ. ૪૭૭-૮)
... ઇચ્છા
— ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઇ નથી જોઇતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઇ નથી જોઇતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઇ નથી જોઇતું; તે ન હોય તો આર્યચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઇ નથી જોઇતું;