________________
પરમકૃપાળુદેવ અને ..
૭૩૪ I એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં
રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઇ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઇથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઇ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે: સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી,-અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ; દય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઇ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઇએ તેવી પ્રવકતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્વળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઇ પડયો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્રય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઇએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. - જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. અમારી દશા મંદ જોગ્યને હાલ લાભ કરે તેવી નથી, અમે એવી જંજાળ હાલ ઇચ્છતા નથી; રાખી નથી; અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે, એનું સ્મરણે નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે; તેમનાથી અથવા પ્રાણીમાત્રથી, મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી, અને રાખ્યો રહે તેમ નથી. ભક્તિવાળાં પુસ્તકો ક્વચિત્ ક્વચિત્ વાંચીએ છીએ; પણ જે સઘળું કરીએ છીએ તે
ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. (પૃ. ૨૯૦-૧) D ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી; અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે; તે જ સંભળાય
છે. ત્યાં હવે શું કરવું? મન કોઇ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ
વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. (પૃ. ૩00) D ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. (પૃ. ૩૨૦)
અમે તો પાંચ માસ થયાં જગત, ઇશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીયપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઇશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ