________________
૭૦૧
સૂત્રકૃતાંગ | “સુંદરવિલાસ' વગેરે વાંચવાનો અભ્યાસ રાખવો. (પૃ. ૭૨૫) | સૂત્રકૃતાંગ
“ગુરુપો ઇંદ્રાણુવત્તા' (સૂત્રકૃતાંગ) ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીઝયા, સીઝે છે અને સીઝશે. તેમ કોઇ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાયે પૂર્વે સદ્દગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ
જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્દગુરુનો નિત્યકામી રહ્યો થકો સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે; અથવા તેને કંઈ સદ્દગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્દગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભવ થાય છે; અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો. (પૃ. ૫૩૧). n “ સિક્ઝતિ, પછી “બુઝંતિ, પછી “મુઐતિ, પછી “પરિણિગ્લાયંતિ, પછી સલ્વદુખાણમાં કરંતિ,' એ શબ્દોના રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે. ‘સિઝંતિ અર્થાત્ સિદ્ધ થાય, તે પછી “બુઝંતિ બોધસહિત, જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ “બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુસ્મૃતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા પરિસિવાયંતિ' અર્થાત્ નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો “પરિણિવાયેતિ' કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા “સબ્દુમ્બાસમતંકરતિ' અર્થાત્ સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો. (પૃ. ૬૭૯). નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ “સૂત્રકૃતાંગસૂત્ર'નું શ્રવણ કરવા ઇચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. ક્યા મતનું વિશેષપણું છે, ક્યા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે “સૂત્રકૃતાંગ'ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવો અમારો નિશ્ચય છે. “આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ તૂટે?' એવું પ્રશ્ન મુમુક્ષુશિષ્યને ઉભવ કરી બોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્રકૃતાંગ'નું પ્રથમ વાક્ય છે. તે બંધન શું? અને શું જાણવાથી તે ત્રુટે ?' એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે? એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે; અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું; કેમકે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાર્થે અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય
ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્રય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે; તે નિશ્વયનો ભંગ થયા વિના. તે