________________
| સૂત્રકૃતાંગ (ચાલુ)
૭૦૨ નિશ્રયમાં સંદેહ પડયા વિના, અમે જે અનુભવ્યો છે એવો સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માર્ગ કહે છે” એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તો પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય ? એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં; અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મ જરા મરણાદિનો નાશ થાય નહીં; એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ - કલ્યાણ - આત્માર્થ બોધ્યો છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માથે ‘સૂત્રકૃતાંગ’નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે. (પૃ. ૩૩૨-૩) T સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે
યોગવાસિષ્ઠ', “ઉત્તરાધ્યયન’, ‘સૂત્રકૃતાંગાદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. (પૃ. ૪૧૪) સૂયગડાંગસૂત્ર
“હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે. આખો લોક એકાંત દુ:ખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વજીવ” પોતપોતાનાં કર્મે કરીને વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. (સૂયગડાંગ) (પૃ. ૩૯૩) સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમનો ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યો નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.''
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. (પૃ. ૨૬૦) 2 “આચારાંગસૂત્રમાં કહ્યું છે કે :- (સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ઉત્તરાધ્યયન', “સૂયગડાંગ આદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. (પૃ. ૫૩૨) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવી આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) (પૃ. ૩૯૧)