________________
૭CO
સમ્મતિતર્ક
-
| સમ્મતિતર્ક (સિદ્ધસેન દિવાકર) |
સમ્મતિર્મમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે, કે જેટલા વચનમાર્ગ છે તેટલા નયવાદ છે; અને જેટલા
નયવાદ છે તેટલા જ પરસમય છે. (પૃ. ૩૦૨) સર્વાર્થસિદ્ધિ (પૂજ્યપાદસ્વામી) | [ આપ્તનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવાં હોવાં જોઈએ તે સંબંધી “તત્ત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છે :
मोक्षमार्गस्य नेतारं, भेतारं कर्मभूभृताम्,
ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुण्लब्धये. સારભૂત અર્થ - “મોક્ષમારી નેતાર' (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી “મોક્ષ'નું “અસ્તિત્વ', “માર્ગ”. અને “લઈ જનાર' એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ. જોઇએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઇએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. . માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. “તારં કમૃતા' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડયાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડયા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઇએ. જ્ઞાતારું વિશ્વતત્ત્વનાં' (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઇએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. વંદું ત થ્ય' (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત આવા ગુણવાળા પુરુષ
હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. (પૃ. ૭૭૪) સિદ્ધપ્રાભૃત (કુંદકુંદાચાર્ય) I ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થવૃષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. ‘સિદ્ધપ્રાભૃતમાં કહ્યું છે કે :
जारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं;
तह्मा सिद्धतरुई, कायव्वा भव्वजीवेहिं. જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવોએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. (પૃ. ૫૭૧-૨) સુંદરવિલાસ (સુંદરદાસજી) | D “સુંદરવિલાસ” સુંદર, સારો ગ્રંથ છે. તેમાં ક્યાં ઊણપ, ભૂલ છે તે અમે જાણીએ છીએ; તે ઊણપ,
બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશઅર્થે એ ગ્રંથ ઉપકારી છે. (પૃ. ૪૭૭).