________________
૬૯૯
સમવાયાંગસૂત્ર ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. (પૃ. ૩૧૧-૨)
કીચસૌ કનક જાકે, નીચ સૌ નરસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી: જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુગલછબિ છારસી; જાલસૌ જગવિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઇસૌ બખત માનૈ, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.
(બંધ દ્વાર-૧૯) જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પ્રણયના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે. એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે. (પૃ. ૬૦૫)
લેવેકાં ન રહી ઠોર, ત્યાગીનેક નાહીં ઓર,
બાકી કહી ઉબર્યો જુ, કારજ નવીનો હૈ ! (સર્વવિશુદ્ધિ વાર-૧૦૯). સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું; એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં; અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગવું? અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ ક્યાંથી હોય? એટલે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઇ. (પૃ. ૩૧૬)
શુદ્ધતા વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે;
શુદ્ધતામેં સ્થિર હૈ, અમૃતધારા બરસે. (સર્વવિશુદ્ધિ દ્વાર-૧૧) એ કવિતમાં “સુધારસ'નું જે માહાસ્ય કહ્યું છે, તે કેવળ વિગ્નસા (સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ
યથાર્થ દયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે. (પૃ. ૩૮૭) | સમવાયાંગસૂત્ર D “સમવાયાંગસૂત્ર'માં કહ્યું છે કે : આત્મા શું? કર્મ શું ? તેનો કર્તા કોણ ? તેનું ઉપાદાન કોણ ? નિમિત્ત કોણ? તેની સ્થિતિ કેટલી? કર્તા શા વડે? શું પરિમાણમાં તે બાંધી શકે ? એ આદિ ભાવોનું
સ્વરૂપ જેવું નિર્ચથસિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. (અપૂર્ણ) (પૃ. ૫૮૦)