________________
૬૯૧
મણિરત્નમાળા
પ્રવીણસાગર
‘પ્રવીણસાગર’ સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે. (પૃ. ૧૮૯)
પ્રશ્નવ્યાકરણ
D - અસંગ નિગ્રંથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો. ‘પ્રશ્નવ્યાકરણ', ‘દશવૈકાલિક', ‘આત્માનુશાસન’ હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. (પૃ. ૬૨૭)
પ્રાણવિનિમય
D ‘ભગવદ્ગીતા'માં પૂર્વાપ૨ વિરોધ છે, અવલોકનથી જણાઇ આવશે. (પૃ. ૬૭૦)
E ‘પ્રાણવિનિમય' નામનું મેસ્મેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઇ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઇ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. (પૃ. ૩૨૭)
ભગવદ્ગીતા
I ‘જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે.’ એમ શ્રીકૃષ્ણ કહે છે. (ભગવદ્ગીતા અ. ૨, શ્લોક ૬૯) (પૃ. ૩૩૮)
અવલોકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે
ભગવતી આરાધના
D ‘ભગવતી આરાધના' મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. (પૃ. ૭૭૨)
સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના’ જોશો. (પૃ. ૭૭૭)
D ‘ભગવતી આરાધના' ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે. (પૃ. ૭૭૪)
‘ભગવતી આરાધના' જેવા પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતઘ્ની થાય છે; તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. (પૃ. ૭૭૦)
પરમશાંત રસમય ‘ભગવતી આરાધના’ જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરળ છે. (પૃ. ૭૭૧)
મણિરત્નમાળા
I ‘‘મોહમુગર’’ અને ‘‘મણિરત્નમાળા'' એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખશો. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે. (પૃ. ૬૧૦)