________________
પ્રકરણરત્નાકર (ચાલુ)
૬૯૦
પૂછું છું.
ઉપરનાં વચનો અતિશય ગંભીર છે. (પૃ. ૩૦૯) પ્રબોધશતક E પ્રબોધશતક' મોકલ્યું છે તે પહોંચ્યું હશે. તમો (શ્રી અંબાલાલભાઈ વગેરે) બધાને એ શતક શ્રવણ,
મનન અને નિદિધ્યાસન કરવા જોગ છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી. એવો લક્ષ સાંભળનારનો પ્રથમ થવો જોઇએ. બીજા કંઈ કારણથી મોકલ્યું છે, જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમો જાણી શકશો. હાલ તમોને કોઇ તેવું બોધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે, એમ માની મોકલ્યું છે, એમાંથી તમારે શું જાણવું જોઇએ, તેનો તમારે વિચાર કરવો. સાંભળતાં કોઇએ અમારા વિષે આશંકા કરવી નહીં કે, એમાં જે કંઈ મતભાગ જણાવ્યો છે, તે મત અમારો છે; માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના ઘણા વિચારો કામના છે, માટે મોકલ્યું છે, એમ
માનવું. (પૃ. ૨૮૬). [પ્રવચનસાર (કુંદકુંદાચાર્ય) | || પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે :
ये जाणई अरिहंते, दव्व गुण पज्जवेहिं य;
सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तरस लयं. જે ભગવાન અતિનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને
તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. (પૃ. ૫૭૧) પ્રવચનસારોદ્ધાર | D “પ્રવચનસારોદ્ધાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઇએ :
૧. સંઘયણ. ૨. ધીરજ. ૩. શ્રત. ૪. વીર્ય.
૫. અસંગતા. દિગંબરવૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરવૃષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઇએ કે વૃત્તિ શ્રતજ્ઞાનાકારે હોવી જોઇએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઇએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. ‘વિમીમી , સરલા રે સમય સર્વે.' (સૂત્રપ્રાવૃત્ત) વળી ‘નાગો” એ બાદશાહથી આઘો' એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. (પૃ. ૭૭૫)