________________
૬૮૯
પ્રકરણરત્નાકર
કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) (પૃ. ૩૯૩) 2 અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ
દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. (પૃ. ૬૪૧) આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવાથી તરત
પ્રાપ્ત થાય છે. (પૃ. ૭૬૫) | નારદભક્તિસૂત્ર D “નારદ ભક્તિસૂત્ર'' એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે; તેમાં પ્રેમભક્તિનું
સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. (પૃ. ૨૭૪) પાનંદી પંચવિંશતિ (પાનંદીમુનિ) 1 જે વનવાસી શાસ્ત્ર (શ્રી પદ્મનંદી પંચવિંશતિ) મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇન્દ્રિયપણે
મનન કરવાથી અમૃત છે. (પૃ. ૩૮) T બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ યોગમાં તે સન્શાસ્ત્ર (શ્રી પદ્મનંદી પંચવિંશતિ) તમે વારંવાર મનન
અને નિદિધ્યાસન કરશો. પ્રવૃત્તિવાળાં દ્રવ્યશેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું યોગ્ય નથી. (પૃ. ૩૭) પરમાત્મપ્રકાશ (યોગીન્દ્રદેવ)]
“પરમાત્મપ્રકાશ' દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. (પૃ. ૭૭૫) પંચીકરણ
“યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ, પંચીકરણ', “દાસબોધ” તથા “વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તોપણ ફરી વાંચવો યોગ્ય છે, તેમ જ વિચારવો યોગ્ય છે. જૈનપદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય
નથી. (પૃ. ૫૬૨) પાતંજલયોગ D “પાતંજલ યોગ'ના કર્તાને સમ્યકત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ
છે. (૫. ૪૯) પ્રકરણરત્નાકર (પંડિત ઉત્તમવિજયજી) |
અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો લાયકભાવ રે;
સંયમ શ્રેણી ફૂલડે જી, પૂરું પદ નિષ્પાવ રે. (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ કૂલથી