________________
|| મણિરત્નમાળા (ચાલુ)
૬૯૨ વૈરાગ્યવાળાં પુસ્તકો વાંચવાં, “મોહમુગર, મણિરત્નમાળા' વગેરે. (પૃ. ૭૨૫-૬). મોક્ષમાર્ગપ્રકાશ (ટોડરમલજી) |
““મોક્ષમાર્ગપ્રકાશમાં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહનાં સ્થાન છે, પણ સત્યરુષની દ્રષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે. માટે ઉપશમદ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી.
(પૃ. ૬૧૨) IT ““મોક્ષમાર્ગપ્રકાશ' નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાવ્યો છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે.
અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લુજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને, મનન કરીને પછી કેટલાક પ્રસંગો બીજા મુનિઓને શ્રવણ કરાવવા યોગ્ય છે.
મોક્ષમાર્ગપ્રકાશ” અવલોકન કરતાં કોઈ વિચારમાં મતાંતર જેવું લાગે તો નહીં મૂંઝાતાં તે સ્થળે વધારે મનન કરવું, અથવા સત્સમાગમને યોગે તે સ્થળ સમજવું યોગ્ય છે. (પૃ. ૬૦૯) ““મોક્ષમાર્ગપ્રકાશ'' શ્રવણ કરવાની જે જિજ્ઞાસુઓને જિજ્ઞાસા છે, તેમને શ્રવણ કરાવશો. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશો. શ્રોતાને કોઈ એક સ્થાનકે વિશેષ સંશય થાય તો તેનું સમાધાન કરવું યોગ્ય છે. કોઈ એક સ્થળે સમાધાન અશકય જેવું દેખાય તો કોઈ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં; તેમ જ કોઇ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ ભ્રમનો હેતુ થશે, અને નિઃસંશયપણાથી થયેલા શ્રવણનો લાભ વૃથા જેવો થશે, એવી
દ્રષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી થાય. (પૃ. ૬૧૦) T “મોક્ષમાર્ગપ્રકાશ” આદિથી અંત સુધી તમારે, છોટાલાલે, ત્રિભોવને, કલાભાઈએ, ઘુરીભાઇએ
અને ઝવેરભાઈ વગેરેએ વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય છે. નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી
શાસ્ત્રાવલોકન કર્તવ્ય છે. (પૃ. ૬૧૯) | મોહમુગર (શંકરાચાર્ય)
“મોહમુગર” અને “મણિરત્નમાળા' એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખશો. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે. (પૃ. ૬૧૦) | વૈરાગ્યવાળાં પુસ્તકો વાંચવાં, “મોહમુદ્રગર, મણિરત્નમાળા' વગેરે. (પૃ. ૭૨૫-૬) યોગવૃષ્ટિસમુચ્ચય (હરિભદ્રાચાર્ય) | D “યોગદ્રષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની
ઢાળબદ્ધ સજઝાય રચી છે. તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દ્રષ્ટિએ આત્માદશામાપક (થરમોમિટર) યંત્ર છે. (પૃ. ૬૬૨). શ્રી હરિભદ્રાચાર્યે યોગદ્ગષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે: શ્રી હરિભદ્રકૃત યોગદૃષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્વતની ભૂમિકાઓમાં બોધ તારતમ્ય અને ચારિત્રસ્વભાવનું. તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય