________________
૮૫
0
દેવચંદ્રચોવીશી
ભસ્મ કરે છે.
૨૭. પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એવો છે, એમ સંદેહરહિત માને, અને એમ છે તેથી, દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં.
૨૮. તે કારણથી દુર્ગતિદોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્યપર્યંત કરે નહીં. ( અધ્યયન ૬, ગાથા ૯ થી ૩૬) (પૃ. ૧૮૫-૭)
અસંગ નિગ્રંથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો. ‘પ્રશ્નવ્યાકરણ', ‘દશવૈકાલિક’, ‘આત્માનુશાસન’ હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. (પૃ. ૬૨૭)
પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે બીજું વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઇક કોઇક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઇક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઇક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઇક જગ્યાએ સુગમ છે; તો નિયમપૂર્વક વાંચવાં. યથાશકિત ઉપયોગ દઇ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું. (પૃ. ૬૮૬)
દાસબોધ (રામદાસસ્વામી)
શ્રી રામદાસસ્વામીનું યોજેલું ‘દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઇ પ્રગટ થયું છે; જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે.
પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમજ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમજ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઇ પણ ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં, આત્માર્થ વિષેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. (પૃ. ૫૨૩-૪)
D ‘યોગવાસિષ્ઠ’નાં પ્રથમનાં બે પ્રકરણ, ‘પંચીકરણ', ‘દાસબોધ' તથા ‘વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઇ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તોપણ ફરી વાંચવો યોગ્ય છે, તેમ જ વિચારવો યોગ્ય છે. જૈનપદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. (પૃ. ૫૬૨)
દૃદૃશ્યવિવેક (શંકરાચાર્ય)
देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥
હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકા૨થી ૨હેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. (પૃ. ૨૭૫)
દેવચંદ્રચોવીશી
અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, ‘પુદ્ગલઅનુભવત્યાગથી,