________________
દશવૈકાલિક (ચાલુ)
૮૪
૧૦. સિંધાલૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ, એ વગેરે આહારક પદાર્થો જ્ઞાતપુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાત્રિવાસ રાખે નહીં.
૧૧. લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઇ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ.
૧૨. જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે, તે પણ સંયમની રક્ષા માટે થઇને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે.
૧૩. સંયમની રક્ષા અર્થે રાખવાં પડે છે તેને પરિગ્રહ ન કહેવો. એમ છકાયના રક્ષપાળ જ્ઞાતપુત્રે કહ્યું છે; પણ મૂર્છાને પરિગ્રહ કહેવો, એમ પૂર્વમહર્ષિઓ કહે છે.
૧૪. તત્ત્વજ્ઞાનને પામેલાં મનુષ્યો છકાયના રક્ષણને માટે થઇને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. (આ દેહ મારો નથી, એ ઉપયોગમાં જ રહે.)
૧૫. આશ્ચર્ય ! - નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વજ્ઞે વખાણ્યો એવા સંયમને અવિરોધક ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો.
૧૬. ત્રસ અને સ્થાવ૨ જીવો, - સ્થૂલ તેમ સૂક્ષ્મ જાતિના, - રાત્રિએ દેખાતા નથી માટે, તે વેળા આહાર કેમ કરે ?
૧૭. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડયા હોય ત્યાંથી ચાલવું તે, દિનને વિષે નિષેધ્યું છે; તો રાત્રિએ તો ભિક્ષાએ ક્યાંથી જઇ શકે ?
૧૮. એ હિંસાદિક દોષો દેખીને જ્ઞાતપુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિગ્રંથો ભોગવે નહીં.
૧૯. પૃથ્વીકાયની હિંસા મનથી, વચનથી અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ કરે નહીં; કરાવે નહીં, કરતાં અનુમોદન આપે નહીં.
૨૦. પૃથ્વીકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં વિવિધ ત્રસ પ્રાણીઓ હણાય,
૨૧.તે માટે, એમ જાણીને, દુર્ગતિને વધારનાર એ પૃથ્વીકાયના સમારંભરૂપ દોષને આયુષ્યપર્યંત ત્યાગવો.
૨૨.જળકાયની મન, વચન અને કાયાથી સુસમાધિવાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, ક૨ના૨ને અનુમોદન આપે નહીં.
૨૩. જળકાયની હિંસા કરતાં તેને આશ્રયે રહેલાં ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવાં ત્રસ જાતિનાં વિવિધ પ્રાણીઓની હિંસા થાય,
૨૪.તે માટે, એવું જાણીને, જળકાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે તેથી, આયુષ્યપર્યંત ત્યાગવો.
૨૫. મુનિ અગ્નિકાયને ઇચ્છે નહીં; સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે.
૨૬. પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્ત૨ - એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ