SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૩ દશવૈકાલિક (ચાલ) સંયોગનો ત્યાગ કરી શકે. ૧૮. જ્યારે બાહ્યાભ્યતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઇને મુનિની દીક્ષા લે. ૧૯. જ્યારે મુંડ થઇને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે; અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. ૨૦.જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. ૨૧. અબોધિ, કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વ-જ્ઞાની થાય અને સર્વ-દર્શનવાળો થાય. ૨૨.જ્યારે સર્વ-જ્ઞાન અને સર્વ-દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નીરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ જાણે. ૨૩. નીરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય. ૨૪. જ્યારે યોગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. (અધ્યયન ૪, ગાથા ૧ થી ૨૪) ૧. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીરદેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. ૨. જગતમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા અજાણતાં હણવાં નહીં, તેમ જ | હણાવવા નહીં. ૩. સર્વ જીવો જીવિતને ઇચ્છે છે, મરણને ઇચ્છતા નથી; એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિJથે તજવો. ૪. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમ જ બોલાવવું નહીં. ૫. મૃષાવાદને સર્વ પુરુષોએ નિષેધ્યો છે, - પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. ૬. સચિતું કે અચિત - થોડો કે ઘણો, તે એટલા સુધી કે, દંતશોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં. ૭. પોતે અયાચ્યું લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવવું નહીં, તેમ જ અન્ય લેનારને રૂડું કર્યું એમ કહેવું નહીં. - જે સંયતિ પુરુષો છે તે એમ કરે છે. ૮. મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. ૯. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેનો નિગ્રંથ ત્યાગ કરવો.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy