________________
| દેવચંદ્રચોવીશી (ચાલુ)
૬૮૬ કરવી જ શું પરતીત હો' એમ લખાયું છે, તેમ મૂળ નથી.” “પુલઅનુભવત્યાગથી કરવી જસુ પરતીત હો” એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ ગુગલગુણના અનુભવનો અર્થાત રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી “સુ” એટલે જેની (આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે. (પૃ. ૫૦૮).
જીવ નવિ પુષ્યલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી; પર તણો ઇશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુઘર્મે કદા ન પરસંગી;
(શ્રી સુમતિનાથનું સ્તવન) જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઇ કાળે પણ પસંગી પણ નથી.' એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગ્ગલી' વગેરે પદોનો છે. (પૃ. ૩૧૩, ૩૧૫) દેવાગમસ્તોત્ર (સમતભદ્રાચાર્ય) |
દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમંતભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે'. એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો શ્લોક છે :
देवागमनभोयानचामरादिविभूतयः
मायाविष्वपि द्रश्यंते, नातस्त्वमसि नो महान्. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય–સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત યુક્તિથી પણ થઇ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થંકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.) આ આચાર્ય કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. (પૃ. ૭૭૪).
देवागमनभोयानचामरदिविभूतयः,
मायाविष्वपि दृश्यंते. नातस्त्वमसि नो महान. સ્તુતિકાર શ્રી સમતભદ્રસૂરિને વીતરાગદેવ જાણે કહેતા હોય, તે સમંતભદ્ર ! આ અમારાં અષ્ટપ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જો; અમારું મહત્ત્વ જો. ત્યારે સિંહ ગુફામાંથી ગંભીર પદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છે :- દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તો માયાવી એવા ઇન્દ્રજાળિયા પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને