________________
૪૩
આત્મજ્ઞાન (ચાલુ) | ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્વળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું. (પૃ. ૨૭) સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂચ્છનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામે તો તે ગુણો અત્યંત દૃઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. (પૃ. પ૨૭) 0 જ્યાં કષાય પાતળા પડયા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઇ પદની અભિલાષા નથી, સંસાર
પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય.
જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે, એવી દશા જ્યાં આવે ત્યાં સદૂગુરુનો બોધ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે.
જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણપદને પામે. (પૃ. ૫૩૭-૮). T માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઇએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાની પુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેનાં વચનોને મળતું આવવું જોઇએ, નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. (પૃ. ૭૦૮) જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેનો પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની
આજ્ઞાએ વર્લે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. (પૃ. ૭૧૩). .1 આત્મજ્ઞાન સહજ નથી. “પંચીકરણ”, “વિચારસાગર' વાંચીને કથનમાત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં.
જેને અનુભવ થયો છે એવા અનુભવીના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન થાય. (પૃ. ૭૧૩). ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પષમાં વર્તે છે. (પૃ. ૫૧૬) U જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું
નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે. (પૃ. ૪૪૭). ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનનો સંભવ થાય છે. (પૃ. પ૩ ૨) આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઇના શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઇના આશીર્વાદથી પ્રાપ્ત થતો
નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. (પૃ. ૭૫૩-૪) 0 આત્મજ્ઞાન વિચારથી થાય છે. (પૃ. ૭૧૫)