SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ | આત્મગુણ (ચાલુ) ૪૨ એવા અમુક સદ્ધર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. (પૃ. ૬૩૪) | બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય (સડી જાય તે વાત અમારા ધ્યાનમાં છે, પણ જો તેને પાણી, માટી આદિનો સંયોગ ન મળે તો ઊગવાનો સંભવ નથી, તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી. (પૃ. ૯0) ઉત્તમ જાતિ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને સત્સંગ એ આદિ પ્રકારથી આત્મગુણ પ્રગટ થાય છે. (પૃ. ૯૦), | દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઇ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. (પૃ. ૭૭૫) D સંબંધિત શિર્ષક : ગુણ | આત્મજ્ઞાન |આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. (પૃ. ૫૩૨) D નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. (પૃ. ૧૧૮) T સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. (પૃ. ૧૯૧) જેનો (અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિનો) અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. (પૃ. ૪૫૩) દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટયું છે. આત્મા અજર, અમર છે. “હું મરવાનો નથી; તો મરણનો ભય શો? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. (પૃ. ૭૧૫) T જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તે. (પૃ. ૫૨૭) D વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy