________________
આત્મજ્ઞાન (ચાલુ)
૪૪
આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. (પૃ. ૭૧૩)
સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યંત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. (પૃ. ૨૦૨)
D દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઇ પ્રકારે ભૂતકાળમાં થઇ નથી. વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઇ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાનીપુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. (પૃ. ૩૩૧-૨)
સર્વ દુઃખથી મુક્ત થવાનો સવોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. (પૃ. ૪૯૨)
D સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઇ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. (પૃ. ૪૫૦)
I સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. (પૃ. ૪૫૧)
એક માત્ર જ્યાં આત્મવિચા૨ અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઇ જીવના સ્વરૂપથી જિવાય છે. (પૃ. ૩૭૭)
I સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. (પૃ. ૩૭૯)