________________
આનંદઘનચોવીશી (ચાલુ)
૬૭૨
શોભે છે. ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળમાં તેવા ચોવીશ તીર્થકર થયા; શ્રી ઋષભદેવથી શ્રી વર્ધમાન. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપસ્થિતપણે વિરાજમાન છે. પણ “ભૂતપ્રજ્ઞાપનીયન'થી તેમને વિષે “તીર્થંકરપદનો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નયદ્રષ્ટિથી તે ચોવીશ ભગવાનની સ્તવનારૂપે આ ચોવીશ સ્તવનોની (શ્રી આનંદઘનજી ચોવીશી) રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્તપદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવવું દુર્ગમ્ય છે. અહંત ભગવાનનું સ્વરૂપ મૂળદ્રુષ્ટિથી ચિંતવવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સયોગીપદના અવલંબનપૂર્વક ચિતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંત ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ ચોવીશી ચોવીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પણ અહંતપદ પ્રથમ મુકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. શ્રી દેવચંદ્રસ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જિનપૂજા રે તે નિજપૂજના.” જો યથાર્થ મૂળદ્રષ્ટિથી જોઈએ તો જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પુજન છે. સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિનભગવાનની તથા સિદ્ધભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જામ્યો છે. ક્ષીણમોહ ગુણસ્થાનપર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે; અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના બાનાવલંબનથી ભક્તિપ્રધાન દ્રષ્ટિ થાય છે, અને અધ્યાત્મતૃષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જગુણિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં – (અપૂર્ણ) (પૃ. પ૭૦-૨)
ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ (૧) વીતરાગોને વિષે ઇશ્વર એવા ઋષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઇચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રીઝયા પછી છોડતા નથી. તે પ્રભુનો યોગ પ્રાપ્ત થવો તેની આદિ છે; પણ તે યોગ કોઈ વાર પણ નિવૃત્તિ પામતો નથી, માટે અનંત છે. જગતના ભાવોમાંથી ઉદાસીન થઈ ચૈતન્યવૃત્તિ શુદ્ધચૈતન્યસ્વભાવે સમવસ્થિત ભગવાનમાં પ્રીતિમાન થઈ તેનો હર્ષ આનંદઘનજી દર્શાવે છે. પોતાની શ્રદ્ધા નામની સખીને આનંદઘનજીની ચૈતન્યવૃત્તિ કહે છે કે : હે સખી ! મેં ઋષભદેવ ભગવાનથી લગ્ન કર્યું છે, અને તે ભગવાન મને સર્વથી વહાલા છે. એ ભગવાન મારા પતિ થવાથી હવે હું બીજા કોઈ પણ પતિની ઇચ્છા કરું જ નહીં. કેમકે બીજા બધા જન્મ, રા, મરણાદિ દુ:ખે કરીને આકુળવ્યાકુળ છે; ક્ષણવાર પણ સુખી નથી; તેવા જીવને પતિ કરવાથી મને સુખ ક્યાંથી થાય ? ભગવાન ઋષભદેવ તો અનંત અવ્યાબાધ સુખસમાધિને પ્રાપ્ત થયા છે. માટે તેનો આશ્રયં કરે તો મને