________________
૬૭૧
આનંદઘનચોવીશી લાગે છે. પાંચમી ‘સ્થિરાદૃષ્ટિ' માં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી ‘પરાક્રુષ્ટિ' માં બતાવ્યું છે કે ‘પરમાવગાઢ સમ્યક્ત્વ' સંભવે, જયાં કેવળજ્ઞાન હોય. હરિભદ્રસૂરિએ તે દૃષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે; અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. ‘યોગદૃષ્ટિ' માં છયે ભાવ - ઔદયિક, ઔપથમિક, લાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક અને
સાન્નિપાતિક - નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે. (પૃ. ૭૬૯-૭૦) | આત્માનુશાસન (ગુણભદ્રાચાર્ય) | I અસંગ નિગ્રંથપદનો અભ્યાસ સતત વર્ધમાન કરજો. “પ્રશ્નવ્યાકરણ”, “દશવૈકાલિક',
આત્માનુશાસન” હાલ સંપૂર્ણ લક્ષ રાખીને વિચારશો. (પૃ. ૨૭) આનંદઘનચોવીશી
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ ૦ (૧) નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે; જેથી બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઇ દિવસ સંગ છોડે નહીં. જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. વિશેષાર્થ :- જે વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની રવરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાવાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધભગવાનના સ્વરૂપમાં પાધિક ભેદ છે. રવાભાવિક સ્વરૂપથી જોઇએ તો આત્મા સિદ્ધભગવાનની તુલ્ય જ છે. સિદ્ધભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું રવાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે
વા રિદ્ધભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગસિદ્ધ છે. યોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. ભગવાન સિદ્ધને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ કર્મોનો પણ અભાવ છે; તે ભગવાન કેવળ કર્મરહિત છે. ભગવાન અને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે, પણ ઉપર જણાવેલાં ચાર કર્મનો પૂર્વબંધ, વેદીને ક્ષીણ કરતાં સુધી, તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. તે અહંત ભગવાનમાં જેઓએ ‘તીર્થકર નામકર્મનો શુભયોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે, તે “તીર્થંકર ભગવાન' કહેવાય છે; જેમનો પ્રતાપ, ઉપદેશબળ, આદિ મહત્પર્યાયોગના ઉદયથી આશ્ચર્યકારી