________________
આઠ દૃષ્ટિની સજ્ઝાય (ચાલુ)
૬૭૦
સંબંધી જે દૃષ્ટિ (આઠ દૃષ્ટિમાંથી પાંચમી) તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. (પૃ. ૩૩૯-૪૦)
O
તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનક્ષેપકવંત . ધન૦
વિક્ષેપરહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે એવો ‘જ્ઞાનાક્ષેપકવંત’ આત્મકલ્યાણની ઇચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાનીમુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે.
તે નિશ્વળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે ? તે પ્રથમ જ જણાવ્યું છે, કે પ્રિય એવા પોતાના સ્વામીને વિષે બીજાં ગૃહકામને વિષે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે. જે પદનો વિશેષ અર્થ આગળ લખ્યો છે, તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવાં ઉપરનાં પદને વિષે સંધીભૂત કરવું યોગ્ય છે. કારણકે ‘મન મહિલાનું વહાલા ઉપરે' એ પદ છે તે દૃષ્ટાંતરૂપ છે.
અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત દેવું ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પ્રાયે મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ‘ક્લેશાદિભાવ'રહિત એવો કામ્યપ્રેમ સ્ત્રીનો તે જ પ્રેમ સત્પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે. તે સત્પુરુષ દ્વારા શ્રવણપ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઇ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્યપ્રેમ તે મટાડી, શ્રુતધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે; એ કામ્યપ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે; તથાપિ દૃષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દૃષ્ટાંતની પરિસીમા જ્યાં થઇ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડયો નથી. (પૃ. ૩૪૧)
D ‘મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરંત,' એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થંકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.
તે પુરુષથી પ્રાપ્ત થયેલી એવી તેની આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં અક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એવો પુરુષ, તે આત્મકલ્યાણનો અર્થ તે પુરુષ જાણી, તે શ્રુત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ (તે રૂપે પરિણામ) કરે છે. તે પરિણામ કેવું કરવા યોગ્ય છે ? તે દૃષ્ટાંત ‘મન મહિલાનું રે, વહાલા ઉપરે, બીજા કામ કરંત,’ આપી સમર્થ કર્યું છે.
ઘટે છે તો એમ કે પુરુષ પ્રત્યે સ્ત્રીનો જે કામ્યપ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણવિશિષ્ટ એવો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ શ્રુતધર્મ તેને વિષે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાંતપણાને પામે છે, ત્યાં બોધનો અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રુતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કાપ્રેમનું દૃષ્ટાંત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી, આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે. ૩૪૨)
I શ્રી યશોવિજયજીએ ‘યોગદૃષ્ટિ’ ગ્રંથમાં છઠ્ઠી ‘કાંતાદૃષ્ટિ’ ને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે કયાંય સ્થિરતા થઇ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિઃસત્ત્વ લાગે છે, આડંબરરૂપ