________________
૬૯
આઠ દૃષ્ટિની સજ્ઝાય કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે.) ગુરુને આધીન થઇ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. (પૃ. ૫૩૨)
-
D નું સંમંતિ પાસહ તં મોળંતિ વાસદ' · જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર’માં કહ્યું છે. (પૃ. ૫૩૭)
શ્રી આચારાંગસૂત્ર મધ્યે કહ્યું છે કે ‘આસ્રવા તે પરિસ્રવા,’ ને જે ‘પરિગ્નવા તે આસ્રવા.' આસ્રવ છે તે જ્ઞાનીને મોક્ષના હેતુ થાય છે. અને જે સંવર છે, છતાં તે અજ્ઞાનીને બંધના હેતુ થાય છે એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે; અને અજ્ઞાનીને વિષે નથી. (પૃ. ૬૯૮)
પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે બીજું વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઇક કોઇક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઇક સ્થળે સુંગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઇક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઇક જગ્યાએ સુગમ છે; તો નિયમપૂર્વક વાંચવાં. યથાશકિત ઉપયોગ દઇ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું. (પૃ. ૬૮૬)
આઠ દૃષ્ટિની સજ્ઝાય (યશોવિજયજી)
D
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત;
તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનક્ષેપકવંત. ધન૦
ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભ૨તારને વિષે લીન છે, તેમ સમ્યદૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસા૨માં ૨હી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યો છે એવા જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે.
સમસ્ત સંસારને વિષે સ્ત્રીપુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઇ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે ? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વર્તે છે, એટલા માટે.
પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે; માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ.
તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે ‘કાંતા' એવા નામની સમકિત